ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અનોખી રેસ્ટોરન્ટ : હવે સામાન્ય માણસો પણ પ્લેનમાં બેસીને ભોજનનો આણંદ માણી શકશે - એરોપ્લેન રેસ્ટોરન્ટ

વિશ્વભરમાં ફરવું અને વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણવો એ લગભગ દરેક વ્યક્તિનો શોખ હોય(Desire to dine on a plane) છે. પરંતુ જ્યારે વિમાનમાં મુસાફરી(Travel by plane) કરવાની અથવા પ્લેનમાં ભોજન ખાવાની વાત આવે છે, ત્યારે તે ખૂબ જ રસપ્રદ બની જાય છે. હવે આ નજારો માત્ર અવકાશમાં જ નહિં પરંતુ પૃથ્વી પર પણ જોવા મળી રહ્યું છે.

અનોખી રેસ્ટોરન્ટ
અનોખી રેસ્ટોરન્ટ

By

Published : Jul 10, 2022, 5:57 PM IST

પંજાબ : આજના સમયમાં દરેકનું સપનું હોય છે, કે તેઓ વિમાની અંદર ભોજનનો લુપ્ત(Enjoy a meal on plane) ઉઠાવે. આ રીતે ભોજન આરોગવા માટે હજારે રુપિયાનો ખર્ચ કરવો પડ છે. આ ખર્ચો નાના માણસોને પોસાય તેવો હોતો નથી. સામાન્ય માણસોનું આ સપનું પૂરું કરવા માટે એક ખેડૂત અને એક વેપારીએ આ કામને સાકાર કરવા માટે એરોપ્લેન રેસ્ટોરન્ટ(Airplane Restaurant) બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે. આ વિમાન અમૃતસરના મનનવાલામાં ઊભું કરવામાં આવ્યું છે.

અનોખી રેસ્ટોરન્ટ

આ પણ વાંચો - બાળપણની યાદોને તાજી કરે એવુ ડિનર, ટોય ટ્રેનમાં ભોજન પીરસે છે સુરતની આ રેસ્ટોરન્ટ

અનોખી રેસ્ટોરન્ટ - આ અંગે પ્રોજેક્ટના માલિક સાથે વાત કરી તો તેણે કહ્યું કે, સામાન્ય રીતે લોકો પ્લેનમાં ચડવાનું સપનું જુએ છે, પરંતુ દરેક જણ તેને પૂરું કરી શકતા નથી. તેથી, હવે પૃથ્વી પર હાજર લોકોને વિમાનની મજા માણી શકશે અને જમવાનું પણ ખાઇ શકશે. પ્રોજેક્ટના માલિક ગુરજોત સિંહે કહ્યું કે, તેઓ એક અનોખો પ્રોજેક્ટ લઈને આવ્યા છે અને આશા છે કે લોકોને તે ખૂબ જ પસંદ આવશે. કારણ કે ભારતમાં લગભગ 85 ટકા લોકો પ્લેન જોવાનું સપનું જુએ છે. તેથી અમે લોકોનું આ સપનું સાકાર કરવાના છીએ. લોકોએ આવવું જોઈએ અને અનુભવવું જોઈએ કારણ કે તે એક મૂળભૂત વિમાન છે અને રેસ્ટોરન્ટની જેમ આ પ્લેનમાં લગભગ 90 લોકોની બેઠક ક્ષમતા હશે જેમાં લોકો બેસીને ભોજનનો આનંદ માણી શકશે.

આ પણ વાંચો - કુદરતના ખોળે હવે કરી શકાશે લંચ અને ડિનર: જમીનથી 160 ફૂટની ઊંચાઈ પર ફ્લાઈંગ રેસ્ટોરન્ટ

લોકોને આવી રહી છે આ થીમ પસંદ - લોકોને લાગશે કે તેઓ પ્લેનમાં આવ્યા છે. બોર્ડિંગ પાસ ચેક-ઇન પણ હશે. આ માત્ર VIP માટે જ નહીં પરંતુ સામાન્ય લોકો માટે પણ છે. પ્લેન જોઈ રહેલા લોકો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ગઈકાલ સુધી અહીં એક જ ખુલ્લું મેદાન દેખાતું હતું. આજે અચાનક બહાર આવ્યા ત્યારે તેને અમૃતસરના મનનવાલા ટોલ પ્લાઝા પાસે એક મોટું વિમાન ઊભું જોવા મળી રહ્યું છે. આ ખૂબ જ આનંદની વાત છે કે અહીં એક એરોપ્લેન રેસ્ટોરન્ટ ખુલવા જઈ રહી છે જે ખૂબ જ રસપ્રદ અનુભવ બની રહ્યો છે. આ પહેલા પંજાબના લુધિયાણામાં 'એરપોર્ટ'ના નામથી એરોપ્લેન રેસ્ટોરન્ટ પણ ખોલવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details