- હૈદરાબાદ એરપોર્ટ ઓપરેટરGMRને મળી ફી વધારવાની મંજૂરી
- યુઝર ડેવપમેન્ટ ફીમાં આગામી વર્ષની 1 એપ્રિલથી થશે વધારો
- એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટીએ આપી મંજૂરી
હૈદરાબાદ: એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટીએ જીએમઆર હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને ( GMR Hyderabad International Airport) ફી વધારવાની મંજૂરી આપી છે જે અહીં રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન કરે છે. 1 એપ્રિલ, 2022થી ઘરેલુ તેમ જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ઉતરવા પર વપરાશકર્તા વિકાસ ફીમાં ક્રમશઃ વધારો કરશે.
આ રીતે વધશે ચાર્જ
GHIAL ના પ્રસ્તાવના આધારે ત્રીજા નિયંત્રણ સમયગાળા (એપ્રિલ 2021 થી 26 માર્ચ) માટે ટેરિફ પુનરાવર્તનના ક્રમમાં, AERA એ આદેશો જારી કર્યા છે, જે તાજેતરમાં તેની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યાં હતાં. નિયમનકારના આદેશ મુજબ એરપોર્ટ ઓપરેટરને 1 એપ્રિલ, 2022 થી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે અનુક્રમે 281 રૂપિયાથી વધારીને 480 રૂપિયા અને 393 રૂપિયાથી વધારીને 700 રૂપિયા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમ જ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં ઘરેલુ માટે રૂ. 750 અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે રૂ.1500 સુધીનો ચાર્જ વધારી દેવામાં આવશે.
AERA ફી ઘટાડાનો માર્ગ પણ રાખ્યો છે
જોકે નિયંત્રણ સમયગાળાના છેલ્લા ત્રણ મહિના માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે શુલ્ક રૂ.500 અને રૂ.1,000 સુધી ઘટાડવામાં આવશે. AERA તેના આદેશમાં જણાવ્યું છે કે "ઓથોરિટી વપરાશકર્તા વિકાસ ફીના રૂપમાં ટેરિફમાં વધારો અને વધારાના શુલ્ક માટે સંમત થયાં છે પરંતુ ઉડ્ડયન ક્ષેત્રમાં પુનઃપ્રાપ્તિ અને કોવિડ -19 રોગચાળામાંથી અર્થતંત્રના પુનરુત્થાનને કારણે અનુગામી નિયંત્રણ અવધિ ઓછી મૂડી જરૂરિયાતો અને મોટા પ્રવાસીઓના આધારના સંદર્ભમાં વધુ સારી રહેશે."