ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને ગેરબંધારણીય જાહેર કર્યું - જસ્ટિશ અશોક ભૂષણ

સુપ્રીમ કોર્ટમાં એડમિશન અને સરકારી નોકરીઓમાં મરાઠા અનામત અંગે બુધવારે સુનાવણી થઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને ગેરબંધારણીય જાહેર કરી દીધું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અનામત 50 ટકાથી વધારે ન હોઈ શકે.

એડમિશન અને સરકારી નોકરીઓમાં મરાઠા અનામત અંગે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
એડમિશન અને સરકારી નોકરીઓમાં મરાઠા અનામત અંગે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

By

Published : May 5, 2021, 10:54 AM IST

Updated : May 5, 2021, 12:05 PM IST

  • મરાઠા અનામત અંગે સુપ્રીમ કોર્ટ બુધવારે સુનાવણી થઈ
  • બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર થઈ સુનાવણી
  • મરાઠા અનામત ગેરબંધારણીયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને ગેરબંધારણીય જાહેર કરી દીધું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અનામત 50 ટકાથી વધારે ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ઠ કહ્યું છે કે, મરાઠા સમાજને શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગ તરીકેની શ્રેણીમાં ના લાવી શકાય.

આ પણ વાંચોઃદર્દી પાસે રહેઠાણ પ્રમાણપત્ર ન હોય તો પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે: સુપ્રીમ કોર્ટ

રાજ્યમાં મરાઠાઓ માટે અનામતના નિર્ણયને યથાવત રખાયો

બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી કરી હતી, જેમાં રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મરાઠાઓ માટે અનામતના નિર્ણયને યથાવત રાખ્યો હતો. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી 5 જસ્ટિસની સંવિધાન બેન્ચે આ અંગે નિર્ણય સંભળાવશે.

આ પણ વાંચોઃસ્થાનિક રહેણાંક સર્ટિફિકેટ ન હોય તો કોઈ હોસ્પિટલ દર્દીને દાખલ કરવાનો ઈનકાર ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

રોજગારમાં અનામત 12 ટકાથી વધારે ન હોવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ

સંવિધાન બેન્ચે આ મામલાની સુનાવણી 15 માર્ચે શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટેે જૂન 2019માં કાયદાને યથાવત રાખતા કહ્યું હતું કે, 16 ટકા અનામત યોગ્ય નથી અને રોજગારમાં અનામત 12 ટકાથી વધારે ન હોવું જોઈએ તથા નોમિનેશનમાં આ 13 ટકાથી વધારે ન હોવું જોઈએ.

Last Updated : May 5, 2021, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details