ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભેળસેળની ફરિયાદ બાદ બાબા રામદેવની ઓઇલ ફેક્ટરી સીઝ કરવામાં આવી - પતંજલિ

આઈઆઈએ (IMA) સાથે બયાનબાજીને લઇને (IMA Ramdev controversy) વિવાદમાં સપડાયેલા યોગગુરુ બાબા રામદેવની અલવરના કિશનગઢવાસ ક્ષેત્રના ખૈરથલમાં સ્થિત ઓઇલ ફેક્ટરીને સીઝ કરવામાં આવી છે. અહીં રામદેવની પતંજલિ બ્રાન્ડથી (Patanjali Brand) સરસવના તેલનું પેકિંગ કરાયાંની સૂચના મળ્યા બાદ વહીવટીતંત્રે સિંઘાનિયા ઓઇલ મિલ પર દરોડો પાડ્યો હતો અને ફેક્ટરીને સીલ મારી દીધું હતું.(Patanjali mustard Oil Factory)

ભેળસેળની ફરિયાદ બાદ બાબા રામદેવની ઓઇલ ફેક્ટરી સીઝ કરવામાં આવી
ભેળસેળની ફરિયાદ બાદ બાબા રામદેવની ઓઇલ ફેક્ટરી સીઝ કરવામાં આવી

By

Published : May 28, 2021, 2:20 PM IST

  • કિશનગઢબાસની પતંજલિ બ્રાન્ડ સરસવ તેલ ફેક્ટરી સીલ કરાઈ
  • તેલમાં ભેળસેળની ફરિયાદને લઇ દરોડો પાડવામાં આવ્યો
  • પોલીસ જાપ્તા સાથે દરોડો પાડી સીલ કરાઈ, પેકિંગ મટિરિયલ જપ્ત કરાયું

અલવરઃ કિશનગઢબાસ વિસ્તારના ખૈરથલમાં બાબા રામદેવની કંપની (Patanjali Brand) પતંજલિ બ્રાન્ડના નામે સરસવના તેલના પેકિંગની બાતમી મળતાં વહીવટીતંત્રે સિંઘાનિયા ઓઇલ મિલ પર દરોડા પાડીને સીલ કરી દીધી હતી. ફેક્ટરીમાં પતંજલિની પેકિંગ મટિરિયલનો મોટો જથ્થો મળી આવ્યો છે. ખૈરથલના ઇસ્માઇલપુર રોડ પર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્થિત સિંઘાનિયા ઓઇલ મિલ પર આજે જિલ્લા વહીવટીતંત્રે દરોડો પાડ્યો હતો અને (Patanjali mustard Oil Factory) પતંજલિના નામે ભેળસેળયુક્ત સરસવ તેલ સપ્લાય કરવાના આરોપસર સીલ કરી દીધી હતી. (Baba Ramdev)

સરસવના તેલનો મોટો જથ્થો આ ફેક્ટરીમાંથી બાબા રામદેવની કંપની પતંજલિમાં જાય છે

આ પણ વાંચોઃ કેજરીવાલ રાષ્ટ્રધ્વજ આ રીતે લગાવીને પ્રેસ કોન્ફરન્સ કરી શકશે નહીં!

વિગતો પ્રમાણે ખૈરથલથી સરસવના તેલનો મોટો જથ્થો આ ફેક્ટરીમાંથી બાબા રામદેવની કંપની પતંજલિમાં જાય છે. પતંજલિ તેના પર પોતાનો લોગો મૂકીને બજારમાં વેચે છે. આ ફરિયાદના આધારે જિલ્લા કલેક્ટર નન્નુમલ પહાડિયાએ ઝડપી કાર્યવાહી કરી અલવર સબડિવિઝન અધિકારી યોગેશ ડાગુરની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની કમિટી બનાવી છે.

ફરિયાદને પગલે જિલ્લા કલેક્ટરે લીધું પગલું

જિલ્લા કલેક્ટરને બાતમી મળી હતી કે ખૈરથલના સિંઘાનિયા ઓઇલ મિલમાં પતંજલિને લગતી સરસવની તેલની બોટલો અને રેપર્સ વગેરે પડેલા છે. આ બાતમી સબડિવિઝન અધિકારી ડાગુરે કિશનગઢબાસના એસડીઓ મુકુટ ચૌધરીને આપવામાં આવી. ચૌધરીના નેતૃત્વમાં સિંઘાનિયા ઓઇલ મિલમાં રાત્રે 9 વાગ્યે પોલીસ જાપ્તા સાથે દરોડો પાડવામાં આવ્યો હતો. મિલમાં મશીનમાં વીંટાળેલા પેકિંગ રેપર્સ, બોટલ અને અન્ય વિવિધ પ્રકારની સામગ્રી મળી આવી હતી. એસડીઓ ચૌધરીની સૂચનાથી મિલને સીલ કરી દેવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ ઘટના બાદ ઓઇલ મિલમાલિકોમાં હંગામો મચી ગયો છે. પોલીસ અને પ્રશાસને આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.

ખાદ્યતેલ સંગઠને પહેલાં જ વિરોધ નોંધાવ્યો હતો

નોંધપાત્ર છે કે ખાદ્યતેલ સંગઠને પતંજલિ બ્રાન્ડની મસ્ટર્ડ ઓઇલની જાહેરાત અંગે પહેલાં જ વાંધો ઉઠાવ્યો છે. જેમાં પંતજલિના સરસવ તેલની એક જાહેરાતમાં એવું બતાવવામાં આવ્યું હતું કે પંતજલિ સિવાયની તમામ કંપનીઓ તેલમાં ભેળસેળ કરે છે. ખાદ્યતેલ સંગઠને આ જાહેરાત પર પોતાનો વાંધો ઉઠાવ્યો હતો. જો કે, આ વાંધાનો અલવરમાંની કાર્યવાહી સાથે કોઈ સંબંધ નથી. જિલ્લા કલેક્ટરને ભેળસેળની ફરિયાદ મળી હતી અને કાર્યવાહી દરમિયાન ખુદ હાજર હતાં. કહેવામાં આવી રહ્યું છે કે વહીવટીતંત્રએ ત્યાંથી કેટલાક રેપર્સ અને નમૂનાઓ એકત્રિત કર્યા છે જેની તપાસ બાદ જ ભેળસેળની જાણકારી મળશે. ત્યાં સુધી વહીવટીતંત્રે ફેક્ટરીને સીલ મારી દીધું છે.

આ પણ વાંચોઃ 12માંની બોર્ડની પરીક્ષા રદ થશે કે નહી? સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી

ABOUT THE AUTHOR

...view details