તિરુવનંતપુરમ:SFI કાર્યકરોએ કોંગ્રેસના સાંસદ અને પક્ષના નેતા રાહુલ ગાંધીના વાયનાડ કાર્યાલયમાં (Rahul gandhi office attack in wayanad) કથિત રીતે તોડફોડ કર્યાના કલાકો પછી, કેરળ સરકારે શુક્રવારે રાત્રે ADGP-રેન્કના અધિકારી ( rahul gandhi office attacked in kerala) દ્વારા તપાસના આદેશ આપ્યા છે અને કાલપેટ્ટાના DSPને પણ સસ્પેન્ડ કર્યા છે. આ સાથે ડીએસપી (sfi vandalised rahul gandhi office) સામે પણ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની વાયનાડ ઓફિસ પર હુમલા બાદ CPMની વિદ્યાર્થી પાંખ SFIના આઠ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ રાહુલની ઓફિસમાં તોડફોડ કરી હતી. જો કે કોંગ્રેસે સીપીએમ સરકાર અને ભાજપ બંને પર આક્ષેપો કર્યા છે.
આ પણ વાંચો:શું એકનાથ શિંદેને મળશે પાર્ટીનું પ્રતીક અને નામ?
ઘટનાઓની ઉચ્ચ સ્તરીય તપાસ: મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગાંધીના કાર્યાલય સુધીની કૂચ અને તે પછી બનેલી અપ્રિય ઘટનાઓની ઉચ્ચ સ્તરીય તપાસ કરશે. એક નિવેદન અનુસાર, પોલીસ હેડક્વાર્ટરના એડીજીપીને આ મામલાની તપાસ કરવા અને એક સપ્તાહની અંદર રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઘટના સમયે વિસ્તારના પ્રભારી કાલપેટ્ટા ડીએસપીને તપાસ ચાલુ રહે ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાયનાડમાં કોંગ્રેસના સાંસદના કાર્યાલય સામે શાસક CPI(M) ની વિદ્યાર્થી પાંખ SFI દ્વારા વિરોધ કૂચ હિંસક બની હતી કારણ કે, કાર્યકરોના એક જૂથે કથિત રીતે લોકસભાના સભ્યની ઑફિસમાં પ્રવેશ કર્યો હતો અને તોડફોડ કરી હતી, જેના કારણે મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને તેની સખત નિંદા કરી હતી. ના. તેમજ કહ્યું હતું કે જે, પણ આ ઘટનાને અંજામ આપશે તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.