ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આદેશ ગુપ્તાએ ટ્વીટ કર્યું કે, ઑક્સિજન સપ્લાયમાં ખેડૂતોને કારણે વિલંબ - દિલ્હી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત

દિલ્હીમાં ઑક્સિજનની અછતને લઇને રાજનીતિ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે દિલ્હી ભાજપ પ્રમુખ આદેશ ગુપ્તાએ ખેડૂતોને દોષી ઠેરવ્યા છે. આદેશ ગુપ્તાએ ટ્વીટમાં લખ્યું છે કે, 'બોર્ડર પરના ખેડૂતોને કારણે દિલ્હીમાં ઑક્સિજન મેળવવામાં વિલંબ થાય છે'.

આદેશ ગુપ્તા
આદેશ ગુપ્તા

By

Published : Apr 22, 2021, 12:49 PM IST

  • હોસ્પિટલોમાં ઑક્સિજનની અછત વચ્ચે રાજકીય નિવેદનો તીવ્ર બન્યા
  • આદેશ ગુપ્તાએ ઑક્સિજનના અભાવ માટે ખેડૂતોને દોષી ઠેરવ્યા
  • ઑક્સિજનના અભાવ માટે દિલ્હી સરકાર પર નિશાન સાધ્યું

નવી દિલ્હી : હોસ્પિટલોમાં ઑક્સિજનની અછત વચ્ચે રાજકીય નિવેદનો પણ તીવ્ર બની રહ્યા છે. આ દરમિયાન દિલ્હી ભાજપ પ્રમુખ આદેશ ગુપ્તાએ ઑક્સિજનના અભાવ માટે ખેડૂતોને દોષી ઠેરવ્યા છે. તેમણે મોડી રાત્રે ટ્વીટ કરીને કહ્યું કે, સરહદ પરના ખેડૂતોને કારણે દિલ્હીમાં ઓક્સિજન મળવામાં વિલંબ થાય છે.

આ પણ વાંચો : વડોદરાના નવલખી કંમ્પાઉન્ડમાં ઑક્સિજન ફિલિંગ સ્ટેશન શરૂ કરાયું

સરહદ પરના ખેડૂતોને કારણે દિલ્હીમાં ઑક્સિજન આવવામાં વિલંબ

આદેશ ગુપ્તાએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, 'ખેડુતો અન્ન પ્રદાન કરનાર છે. પરંતુ આ મહામારી સમયે રાજકારણ કરતા લોકોનું જીવન વધારે મહત્ત્વનું છે. સરહદ પરના ખેડૂતોને કારણે દિલ્હીમાં ઑક્સિજન આવવામાં વિલંબ થાય છે. જે લોકોના જીવને જોખમમાં મૂકે છે. હું દરેકને અપીલ કરું છું કે, ઑક્સિજનને રાજકારણમાંથી બહાર લાવીને વાહનોને રસ્તો આપો.

આ પણ વાંચો : કોરોના સંક્રમણ વધતા ડાંગ વહીવટી તંત્ર હરકતમાં, ઑક્સિજન બેડની કામગીરી શરૂ

અન્ય રાજ્યો પણ અન્ય સ્થળોથી ઑક્સિજનની વ્યવસ્થા કરી રહ્યા

દિલ્હી ભાજપ પ્રદેશ પ્રમુખે ઑક્સિજનના અભાવ માટે દિલ્હી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, દિલ્હીની હોસ્પિટલોમાં ઑક્સિજનના થોડા કલાકોનો જ બાકી છે. પરંતુ દિલ્હી સરકાર નિષ્ક્રિય બેઠી છે. મુખ્યપ્રધાન કેજરીવાલને ટેગ કરતા તેમણે કહ્યું કે, 'કેજરીવાલજી તમારી જવાબદારી અન્ય લોકો પર નાખવાનું બંધ કરો, અન્ય રાજ્યો પણ અન્ય સ્થળોથી ઑક્સિજનની વ્યવસ્થા કરી રહ્યા છે. જો તમે પ્રામાણિકપણે પ્રયત્ન કર્યો હોત તો, આ સ્થિતિ દિલ્હીમાં ન બની હોત.'

ABOUT THE AUTHOR

...view details