ગુજરાત

gujarat

By

Published : Jun 6, 2022, 5:03 PM IST

ETV Bharat / bharat

કોરિયન બેન્ડના વીડિયોનું વ્યસન કિશોરીને આત્મહત્યા તરફ દોરી ગયું

તિરુવનંતપુરમમાં એક 16 વર્ષની છોકરીએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી. તેની પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, કોરિયન બેન્ડના વીડિયોના વ્યસનને (Korean band video addiction) કારણે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાના કારણે તેણે આ કડક પગલું ભર્યું છે.

કોરિયન બેન્ડના વીડિયોનું વ્યસન કિશોરીને આત્મહત્યા તરફ દોરી ગયું
કોરિયન બેન્ડના વીડિયોનું વ્યસન કિશોરીને આત્મહત્યા તરફ દોરી ગયું

તિરુવનંતપુરમ: કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં એક 16 વર્ષની છોકરીએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. તેની પાસેથી એક સ્યુસાઈડ નોટ (Suicide note) મળી આવી હતી, જેમાં લખેલું છે કે, તેનો કોઈ મિત્ર નથી અને કોરિયન બેન્ડના વીડિયોના વ્યસનને (Korean band video addiction) કારણે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાના કારણે તેણે આ કડક પગલું ભર્યું હતું.

આ પણ વાંચો:અંધારામાં ડ્રાઈવરે પરિવારની માથે ચડાવી દીધી ટ્રક, 3 વર્ષના ભૂલકાનો લિધો ભોગ

ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી:આ ઘટના કલંબલમ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કિશોરીની સુસાઈડ નોટ અનુસાર, તે ડિપ્રેશન (Depression)માં હતી કારણ કે તેને કોરિયન બેન્ડના વીડિયોની લત (Korean band video addiction) લાગી ગઈ હતી. આ લતના કારણે તેના અભ્યાસ પર અસર થઈ રહી હતી અને તેના કોઈ મિત્રો પણ ન હતા. કિશોરી 10મા ધોરણ (10th standard) સુધી અભ્યાસમાં સારી હતી. જો કે, ધોરણ 10 પછી, તેણીએ તેની માતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ કારણે તેનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો અને તેના અભ્યાસ પર પણ અસર પડવા લાગી. શનિવારે, છોકરીએ એક રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી જ્યાં તે દરવાજો બંધ રાખીને અભ્યાસ કરતી હતી.

ABOUT THE AUTHOR

...view details