- અદાણી એરપોર્ટ બિઝનેસના નવા સીઈઓ બન્યાં આર. કે. જૈન
- કંપનીએ લીધો મુંબઇ એરપોર્ટનું વડુંમથક બદલવાનો નિર્ણય
- મુંબઈ એરપોર્ટનું કંપની મુખ્યાલય અમદાવાદ ખસેડાશે
મુંબઈઃ મુંબઈ એરપોર્ટનો ( Mumbai Airport ) દોર હાથમાં આવતાં જ અદાણીએ ( Adani Group ) કંપનીના સીઇઓને બદલી નાંખ્યાં છે. હવે અદાણી એરપોર્ટ બિઝનેસના નવા સીઈઓ બન્યાં છે આર કે જૈન.(AAHL CEO R K Jain ) જૈન બેન જૈનદીની જગ્યા લેશે. આ ઉપરાંત અદાણી જૂથે એએએચએલના ( AAHL ) મુખ્યાલયને મુંબઈથી અમદાવાદ ( Ahmedabad ) ખસેડવાનો પણ નિર્ણય કર્યો છે.
જૈનને એરપોર્ટ બિઝનેસના CEO
અદાણી સમૂહે ( Adani Group ) મુંબઇ વિમાન મથકના મુખ્ય કાર્યકારી અધિકારી સીઇઓ- આર કે જૈનને પોતાના એરપોર્ટ બિઝનેસના સીઇઓ પણ નિયુક્ત કર્યાં છે. જૈન બેન જૈનદીની જગ્યા લઇ રહ્યાં છે. જૈન હવે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્ઝ લિમિટેડ એએએચએલ-માં બિનહવાઈ બિઝનેસના સીઇઓ તરીકે કામ સંભાળશે. આ નિર્ણય એએએચએલ ( AAHL ) દ્વારા ગત સપ્તાહમાં મુંબઈ એર્પોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ- એમઆઈએએલ- નું સંચાલન જીવીકે સમૂહ પાસેથી લેવાયાં બાદ કરવામાં આવ્યો છે. એએએચએલ અદાણીની સહાયક કંપની છે જે એરપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે.
અદાણીના શેર ગગડતાં અટકાવવા ગૌતમ અદાણીએ લીધું જરુરી પગલું