નવી દિલ્હી : કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અદાણી ગ્રૂપે શેરના ભાવમાં ચેડાં કરવાના આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે 15 દિવસનો વધુ સમય માંગ્યો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ એક નવી અરજીમાં કહ્યું કે તેણે તેનાથી સંબંધિત 24 કેસોની તપાસ કરી છે.
સેબીએ વધું 15 દિવસનો સમય માંગ્યો : નિયામકે જણાવ્યું હતું કે, "ઉપરોક્ત 24 કેસમાંથી 17 કેસોમાં તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને તેને સેબીની હાલની પ્રક્રિયાઓ હેઠળ સક્ષમ અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવી છે. સેબીએ જણાવ્યું હતું કે, તપાસના તારણો પર રિપોર્ટ ફાઇલ કરવાનો સમય છે' માનનીય કોર્ટ હાલના કેસના તથ્યો અને સંજોગોમાં યોગ્ય અને જરૂરી ગણી શકે તેવા 15 દિવસો અથવા આવા અન્ય સમયગાળામાં વધારો કરે.
સેબીને 14 ઓગસ્ટ સુધીનો સમય મળ્યો હતો : જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી ઓગસ્ટ મહિના માટે મોકૂફ રાખવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની બેન્ચે 11 જુલાઈએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને તપાસની સ્થિતિ વિશે પૂછ્યું હતું. જેના જવાબમાં સોલિસિટરે કહ્યું હતું કે સેબી પાસે તપાસ પૂર્ણ કરવા માટે 14 ઓગસ્ટ સુધીનો સમય છે. અને કામગીરી શક્ય તેટલી ઝડપથી ચાલી રહી છે. જો કે ફરી એકવાર સમય લંબાવવાની માંગ ઉઠી છે. વાસ્તવમાં, 17 મેના રોજ SCમાં સુનાવણી દરમિયાન, SEBIને 14 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આ સમય સુધીમાં SEBI તેની તપાસ પૂર્ણ કરે અને SCમાં અપડેટેડ રિપોર્ટ રજૂ કરે. આવી સ્થિતિમાં સેબી આજે તેનો અંતિમ અહેવાલ આપશે તેવી અપેક્ષા હતી.
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગના આરોપો :24 જાન્યુઆરીના રોજ, અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગે અદાણી જૂથ પર એક અહેવાલ બહાર પાડ્યો હતો. જેમાં શેરની હેરાફેરી, ફ્રોડ એકાઉન્ટિંગ, શોર્ટ પોઝિશન (ભાવ ઘટે ત્યારે નફો મેળવો) સહિતના 86 ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેની તપાસ માટે દેશની સર્વોચ્ચ અદાલતે સેબીને સૂચના આપી હતી. આ સાથે કોર્ટે 6 સભ્યોની નિષ્ણાત પેનલની પણ રચના કરી હતી. જેણે પોતાનો રિપોર્ટ સુપરત કરી દીધો છે, જો કે તે હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી અને આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. સેબીને 14 ઓગસ્ટ સુધીમાં SCને તપાસનો અંતિમ અહેવાલ સોંપવાનો સમય આપવામાં આવ્યો હતો.
શેરબજારમાં અદાણીના શેર ગબડ્યા હતા : BSE પર અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 5.41 ટકા, અદાણી ટ્રાન્સમિશનના 4.77 ટકા, અદાણી પાવરના 4.23 ટકા, અંબુજા સિમેન્ટના 4 ટકા અને અદાણી પોર્ટ્સના શેરમાં 3.70 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે, અદાણી ગ્રીન એનર્જીનો શેર 3.22 ટકા, અદાણી વિલ્મર 3.14 ટકા, અદાણી ટોટલ ગેસ 3 ટકા, એનડીટીવી 3 ટકા અને ACC 2.23 ટકા ઘટ્યો હતો.
- Adani Hindenburg Case : SC સમિતિનો અહેવાલ, અદાણી શેર્સમાં શંકાસ્પદ સોદા માટે 6 એન્ટિટી તપાસ હેઠળ
- Adani Hindenburg Case: અદાણી હિંડનબર્ગ કેસની તપાસમાં સેબીને ત્રણ મહિનાનો વધુ સમય, 14 ઓગસ્ટ સુધીની મુદત!