દિલ્હી:વિપક્ષી દળોના હોબાળાને કારણે સોમવારે ગૃહ શરૂ થયાની થોડી જ મિનિટોમાં લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભાની કાર્યવાહી 4 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવાના વિરોધમાં કોંગ્રેસના સાંસદો કાળા કપડા પહેરીને ગૃહમાં પહોંચ્યા હતા. આ સાથે જ અન્ય વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ પણ કાળી પટ્ટી બાંધીને કોંગ્રેસને સમર્થન આપ્યું હતું.
કાગળો અને કાળી પટ્ટીઓ ફેંકવાનું શરૂ કર્યું:વિપક્ષના સાંસદો પણ અદાણી મુદ્દે જેપીસીની રચનાની માંગ કરી રહ્યા છે. વિરોધ પક્ષોના નેતાઓએ લોકસભા સ્પીકર ઓમ બિરલા પર કાગળો અને કાળી પટ્ટીઓ ફેંકવાનું શરૂ કર્યું. આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરતા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે તેઓ ગૃહને ગૌરવ સાથે ચલાવવા માંગે છે અને ત્યાર બાદ તેમણે ગૃહની કાર્યવાહી 4 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. તે જ સમયે, ઉપલા ગૃહ રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.
Budget session 2023: રાહુલ અને અદાણીના મુદ્દે બંને ગૃહોમાં હોબાળો