નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે બોલિવૂડ અભિનેત્રી (Bollywood actress Jacqueline Fernandez) જેકલીન ફર્નાન્ડીઝને, સોમવારે ફરી પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ, (Economic Offenses Wing of Delhi Police) સવારે 11 વાગ્યે સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં (Sukesh Chandrasekhar Money Laundering Case) પૂછપરછ કરશે. અગાઉ, EOW એ બુધવારે લગભગ આઠ કલાક જેકલીનની પૂછપરછ કરી હતી. તેની સાથે તેની સહકર્મી પિંકી ઈરાની પણ હતી.જેકલીન બાદ EOWએ ગુરૂવારે, અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીની પણ પૂછપરછ કરી હતી. નોરાની લગભગ 5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેનો મુકાબલો પિંકી ઈરાની સાથે પણ થયો હતો. દિલ્હી પોલીસે નોરાને તેના સંબંધો અને સુકેશ ચંદ્રશેખર સાથેની મુલાકાત અંગે પ્રશ્નો પૂછ્યા હતા.
મોંઘી કાર અને ભેટઃ પિંકી ઈરાનીએ જ નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝનો પરિચય સુકેશ ચંદ્રશેખર સાથે કરાવ્યો હતો. સુકેશે બંને અભિનેત્રીઓને મોંઘી કાર અને ભેટ આપી હતી. આ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અગાઉ નોરા ફતેહીની પણ પૂછપરછ કરી ચૂકી છે. ચંદ્રશેખરને ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર, શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ સહિત કેટલાક હાઈ પ્રોફાઈલ લોકોની કથિત રીતે છેતરપિંડી અને ખંડણી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.