નવી દિલ્હી:સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં, 5 દિવસમાં બીજી વખત, અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ આર્થિક અપરાધ વિંગ (EOW) અધિકારીઓનો સામનો કરી રહી છે. સોમવારે બપોરે તે પૂછપરછ માટે મંદિર માર્ગ પર દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાની ઓફિસે પહોંચી (jacqueline fernandez reached eow office ) હતી. અગાઉ, EOW એ બુધવારે લગભગ આઠ કલાક જેકલીનની પૂછપરછ કરી હતી. તેમની સાથે તેમની સહકર્મી પિંકી ઈરાની પણ હતી.
આખરે જેક્લીન ફર્નાન્ડીઝ EOW ઓફિસ પહોંચી, હવે થશે ખુલાશા - 100 सवाल किए गए
અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બીજી વખત EOW ઓફિસ પહોંચી (jacqueline fernandez reached eow office ) છે. આ પહેલા બુધવારે તેની લગભગ આઠ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે સમયે 100 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
![આખરે જેક્લીન ફર્નાન્ડીઝ EOW ઓફિસ પહોંચી, હવે થશે ખુલાશા આખરે જેક્લીન ફર્નાન્ડીઝ EOW ઓફિસ પહોંચી, હવે થશે ખુલાશા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16416443-thumbnail-3x2-.jpg)
નોરા ફતેહીની પૂછપરછ ઃજેકલીન બાદ EOWએ પણ ગુરૂવારે અભિનેત્રી-ડાન્સર નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. નોરાની લગભગ પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેનો મુકાબલો પિંકી ઈરાની સાથે પણ થયો હતો. દિલ્હી પોલીસે નોરાને તેના સંબંધો અને સુકેશ ચંદ્રશેખર સાથેની મુલાકાત અંગે પ્રશ્નો પૂછ્યા હતા.
મોંઘી કાર અને ભેટ આપી ઃતમને જણાવી દઈએ કે, પિંકી ઈરાનીએ જ નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝનો પરિચય સુકેશ ચંદ્રશેખર સાથે કરાવ્યો હતો. સુકેશે બંને અભિનેત્રીઓને મોંઘી કાર અને ભેટ આપી હતી. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અગાઉ નોરા ફતેહીની (ed to nora fatehi inquairy) પણ પૂછપરછ કરી ચૂકી છે.