- મુંબઈ ક્રુઝ પાર્ટી ડ્રગ્સ મામલામાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડનો મામલો
- 3 ઓક્ટોબર પછી પહેલી વખત શાહરુખ ખાન પુત્ર આર્યન ખાનને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યા
- NCBએ 2 ઓક્ટોબરે ક્રુઝ પર દરોડા પા્યા હતા, જેમાં 13 ગ્રામ કોકિન, 21 ગ્રામ ચરસ અને MDMAની 22 ગોળી મળી હતી
મુંબઈઃ ક્રુઝ ડ્રગ્સ મામલે જેલમાં બંધ પુત્ર આર્યન ખાનને મળવા અભિનેતા શાહરુખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યા છે. આર્યન ખાનની ધરપકડ 3 ઓક્ટોબરે થઈ હતી.
આર્યનની ધરપકડથી અત્યાર સુધી શું થયું?
2 ઓક્ટોબરઃNCB (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)એ મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રુઝ પર દરોડા પાડ્યા, જેમાં 13 ગ્રામ કોકિન, 21 ગ્રામ ચરસ અને MDMAની 22 ગોળી મળી હતી. આ મામલામાં આર્યન ખાન સહિત અનેક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
3 ઓક્ટોબરઃશાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન, તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ, મોડલ મુનમુન ધમેચાની ધરપકડ કરવામાં આવી અને ત્રણેયને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે ત્રણેયને NCBની રિમાન્ડમાં મોકલ્યા હતા.
4 ઓક્ટોબરઃઆર્યન ખાન અને અન્ય લોકોને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. NCBએ આર્યન ખાનના ફોનથી મળેલી ડિટેલના આધારે આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરીથી આર્યન ખાનના સંબંધ બતાવ્યા હતા. કોર્ટે આર્યન ખાનની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી વધારી દીધી હતી.
7 ઓક્ટોબરઃઆ દિવસે NCBએ ફરીથી આર્યન ખાનને રિમાન્ડ પર મોકલવાની માગ કરી હતી, પરંતુ કોર્ટે ઈનકાર કરી દીધો હતો અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. આર્યન તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
8 ઓક્ટોબરઃકોર્ટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચાની જામીન અરજી રદ કરી હતી.