નવી દિલ્હીઃ પ્રખ્યાત અભિનેતા અને નિર્દેશક સતીશ કૌશિકનું નિધન થયું છે. અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ખેરે લખ્યું કે હું જાણું છું કે 'મૃત્યુ આ દુનિયાનું છેલ્લું સત્ય છે!' પરંતુ મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું જીવતો રહીને મારા સૌથી સારા મિત્ર #સતિષકૌશિક વિશે આ લખીશ. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ !! સતીશ તારા વિના જીવન ક્યારેય સરખું નહીં રહે! ઓમ શાંતિ! સતીશ કૌશિકે 67 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે.
આ પણ વાંચો:Box office collection: ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર' એ બોક્સ ઓફિસ પર મચાવ્યું તોફાન, જાણો 1 દિવસનું કલેક્શન
હાર્ટ એટેકથી થયું મોત: અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકનું ગુરુવારે વહેલી સવારે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ખેરે જણાવ્યું કે, કૌશિક દિલ્હીમાં એક મિત્રના ઘરે હતો ત્યારે તેણે અસ્વસ્થતાની ફરિયાદ કરી. અનુપમ ખેરે કહ્યું કે, અસ્વસ્થતા અનુભવ્યા બાદ તેણે ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવા કહ્યું. રસ્તામાં તેમને હાર્ટ એટેક આવ્યો.
કોણ છે સતીશ કૌશિક: સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1965ના રોજ હરિયાણામાં થયો હતો. સતીષે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એન્ડ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાંથી નાટક અને ફિલ્મનો અભ્યાસ કર્યો હતો. તેણે બોલિવૂડમાં અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, દિગ્દર્શક અને નિર્માતા તરીકે પોતાની ઓળખ બનાવી હતી. બોલિવૂડ પહેલા તેણે થિયેટરમાં ઘણું કામ કર્યું હતું. એક અભિનેતા તરીકે, સતીશ 1987માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા કેલેન્ડરથી જાણીતા હતા. તેઓ એક નિર્દેશક પણ હતા, તેમણે 'તેરે નામ', 'મુઝે કુછ કહેના હૈ' જેવી ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.
આ પણ વાંચો:Holi Celebration: હૃતિક રોશને અનોખી રીતે હોળી ઉજવી, ભૂતપૂર્વ પત્ની સુઝાન ખાને કર્યા વખાણ
ફિલ્મોમાં સાઈડ રોલમાં જોવા મળ્યા: 1997માં સતીષે દિવાના મસ્તાનામાં પપ્પુ પેજરનું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકોએ પસંદ કર્યું હતું. તેણે મિસ્ટર ઈન્ડિયા ફિલ્મમાં કેલેન્ડરનું પાત્ર ભજવ્યું હતું. આ પછી તે ઘણી ફિલ્મોમાં સાઈડ રોલમાં જોવા મળ્યા. તેમને 1990 અને 1997માં ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમને અનુક્રમે રામ લખન અને સાજન ચલે સસુરાલમાં 'મુથુ સ્વામી'ના પાત્ર માટે શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો એવોર્ડ મળ્યો હતો.