ચેન્નાઈ: અભિનેતા અને દેસિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ (ડીએમડીકે)ના અધ્યક્ષ કેપ્ટન વિજયકાંતનું 71 વર્ષની વયે ગુરુવારે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. જાણવા મળ્યું છે કે, COVID-19નું પરિક્ષણ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં દરમિયાન તેમની સ્થિતિ બગડી અને પછી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતા.
Captain Vijayakanth passes away : સાઉથના સુપર સ્ટાર અને DMDKના પાર્ટીના સ્થાપક કેપ્ટન વિજયકાંતનું નિધન
સાઉથના સુપર સ્ટાર અને DMDKના પાર્ટીના સ્થાપક કેપ્ટન વિજયકાંતનું 71 વર્ષની વયે ચેન્નાઈમાં નિધન થયું છે. તબીયત ખરાબ થવાને પગલે તેમને 18 નવેમ્બરે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 27 ડિસેમ્બરના બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે તેમની તબિયત થોડી બગડી હતી ત્યાર બાદ આજે તેઓ આ બીમારી સામે હારી ગયાં હતાં.
Published : Dec 28, 2023, 10:36 AM IST
|Updated : Dec 28, 2023, 10:51 AM IST
સમર્થકો-ચાહકોમાં શોક: ચેન્નાઈની Miot હોસ્પિટલના એક સત્તાવાર નિવેદનમાં ઉલ્લેખ કરાયો છે રે, "કેપ્ટન વિજયકાંતને ન્યુમોનિયાના પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને ત્યાર બાદ તેઓ વેન્ટિલેટરી સપોર્ટ પર હતા. તબીબી સ્ટાફના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, 28 ડિસેમ્બર, 2023 ના રોજ સવારે તેમનું અવસાન થયું."વિજયકાંત તમિલનાડુના રાજકારણ અને મનોરંજન ઉદ્યોગે બંને ક્ષેત્રોમાં તેમના યોગદાન દ્વારા ચિહ્નિત કરાયેલા મહામૂલા વારસાને પાછળ છોડી ગયાં. તેમના આકસ્મિક નિધનથી તેમના સમર્થકો, ચાહકો અને તમિલનાડુના લોકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે, પીએમ મોદીએ ટ્વિટ કરીને વિજયકાંતને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
શાનદાર નેતા- અભિનેતા: વિજયકાંતે લગભગ 154 ફિલ્મોમાં શાનદાર ભૂમિકાઓ ભજવીને અભિનય ક્ષેત્રે એક આગવી ઓળખ ઉભી કરી હતી અને ત્યારબાદ તેઓ તમિલનાડુના રાજકારણમાં પ્રવેશ્યાં અને રાજકારણ ક્ષેત્રે પણ અમિટ છાપ છોડી. તેમની કેટલીક જાણીતી ફિલ્મોમાં સત્તમ ઓરુ ઇરુત્તરાય વિજય (1981), મામન મચન (1984), દેવન (2002) અને એન્ગલ આસન (2009)નો સમાવેશ થાય છે. અભિનય ક્ષેત્રથી આગળ વધીને તેમણે વર્ષ 2005 માં DMDKની સ્થાપના કરી હતી. . 2011 થી 2016 દરમિયાન તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત થયા ત્યારે તેમની રાજકીય કારકિર્દી ચરમસીમાએ પહોંચી હતી. તેઓ ધારાસભ્ય તરીકે ઋષિવંદ્યમ અને વિરુધાચલમ જિલ્લાઓનું પ્રતિનિધિત્વ પણ કરી ચુક્યાં છે. વિજયકાંતના નિધન તેમના પરિવારજનો, ચાહકો, સમર્થકો અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક પ્રસરી ગયો છે,લોકો ભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.