ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડના જામીન મંજૂર કર્યા, સરકારને સવાલ - તિસ્તા સેતલવાડ

તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે. સેતલવાડની જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ તેમણે પોતાના જામીન માટે અરજી કરી હતી. પણ એ સમયે તપાસને ધ્યાને લઈને સુપ્રીમે આ અરજી ફગાવી હતી. Activist Teesta Setalvad, Bail From Supreme Court, Gujarat Riots Case

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડના જામીન મંજૂર કર્યા, સરકારને સવાલ
સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડના જામીન મંજૂર કર્યા, સરકારને સવાલ

By

Published : Sep 2, 2022, 4:39 PM IST

Updated : Sep 2, 2022, 4:49 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Bail From Supreme Court) શુક્રવારે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને (Activist Teesta Setalvad) વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સેતલવાડની 2002ના ગુજરાત રમખાણોના (Gujarat Riots Verdict) કેસોમાં નિર્દોષ લોકોને ફસાવવા (allegations of conspiracy )માટે પુરાવાઓ બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃત્રિપુરામાં નડ્ડાની રેલી દરમિયાન ભાજપના કાર્યકરો પર હુમલો, એકની ધરપકડ

સુપ્રીમના સવાલઃ સર્વોચ્ચ અદાલતે ગુરુવારે સેતલવાડની જામીન અરજીની યાદીમાં વિલંબ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે કાર્યકર્તા તિસ્તા સેતલવાડની જામીન અરજી પર રાજ્ય સરકારને તેના જવાબ માટે નોટિસ મોકલ્યાના છ અઠવાડિયા પછી ગુજરાત હાઈકોર્ટે તેને તારીખ 19 સપ્ટેમ્બરે સુનાવણી માટે કેમ સૂચિત કરી? કોર્ટે રાજ્ય સરકારને શુક્રવારે બપોરે 2 વાગ્યા સુધીમાં આ પ્રકારની પ્રથા છે કે કેમ તેની માહિતી આપવા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ મુંબઈમાં ભક્તોની અનેરી ભક્તિ, સોના ચાંદીના દાગીના બપ્પાને આપ્યા દાનમાં

કોર્ટનું નિવેદનઃ ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે શુક્રવારે સેતલવાડની અરજી પર વધુ સુનાવણી નક્કી કરી હતી. સુનાવણીની તારીખ 19 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. આ કેસમાં સેતલવાડ અને ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આરબી શ્રીકુમારની જામીન અરજી ફગાવી દેતી વખતે અમદાવાદની સેશન્સ કોર્ટે 30મી જુલાઈએ કહ્યું હતું કે જો તેઓને મુક્ત કરવામાં આવશે, તો અન્યાય કરનારાઓને સંદેશો જશે કે કોઈ વ્યક્તિ મુક્ત થઈ શકે છે. એ સરળતાથી બચી શકે એમ છે.

Last Updated : Sep 2, 2022, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details