બાલાસોર (ઓડિશા):બાલાસોર જિલ્લાના સહદેવખુંટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથિત એસિડ એટેકમાં બે બાળકો સહિત પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. બાલાસોરના ભીમપુરા ગામમાં એસિડ એટેકની ઘટના બાદ ખળભળાટ મચી ગયો છે. અહેવાલો મુજબ, આરોપી ચંદન રાણાએ કથિત રીતે ગીતા (નામ બદલ્યું છે), તેની બહેન મોનિકા (નામ બદલ્યું છે) અને તેના બે બાળકો પર એસિડ ફેંક્યું હતું.
ઘરના લોકો પર ફેંક્યું એસિડ: સૂત્રોએ જણાવ્યું કે ચંદન રાણાએ દોઢ મહિના પહેલા ગીતા સાથે લગ્ન કર્યા હતા. જો કે, ગીતાએ ચંદન સાથે સંબંધ તોડી નાખ્યો કે તે પહેલેથી જ પરિણીત છે અને તેની પ્રથમ પત્નીથી બાળકો પણ છે. જાણવા મળ્યું છે કે ચંદન અને ગીતા વચ્ચે થોડો ઝઘડો થયો હતો, કારણ કે ચંદન ગીતાને પોતાની સાથે લઈ જવાની જીદ કરતો હતો. બાદમાં ચંદને ગીતા, તેની બહેન અને ઘરના અન્ય બાળકો પર એસિડ ફેંક્યું હતું. ઘટના બાદ ચંદન સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચોChhattisgarh Naxal Attack : રાજનાંદગાંવમાં 2 જવાન શહીદ, દંતેવાડામાં હેડ કોન્સ્ટેબલનું કાપ્યુું ગળું