લખનઉઃ ગુજરાતમાં પાંચ વર્ષ પહેલા હીરાના વેપારીને ગોળી મારીને કરોડોના હીરાની લૂંટના આરોપીને યુપી એસટીએફે લખનઉથી ધરપકડ કરી લીધી છે. આરોપી આંબેડનગરનો રહેવાસી છે. જે પાંચ વર્ષથી ફરાર છે. આ પહેલા ગુજરાત પોલીસ લૂંટના મામલામાં સાત લોકોની ધરપકડ કરી ચૂકી છે. જ્યારે કુક્કૂ નામક આ આરોપી ફરાર હતો. ત્યારબાદ ગુજરાત પોલીસે યુપી એસટીએફ પાસે કુક્કૂની ધરપકડ માટે મદદ માંગી હતી.
મળતી માહિતી અનુસાર 18 માર્ચ 2018ના રોજ અમદાવાદના વાડજમાં સાત લોકો હીરા વેપારી અરવદભાઈને ગોળી મારીને 35 લાખ રુપિયા રોકડા અને અંદાજિત 40 કરોડના કાચા હીરા લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ લૂંટથી અમદાવાદ જ નહિ સમગ્ર ગુજરાતમાં સનસની મચી ગઈ હતી. આ ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી અને આ ઘટનામાં સામેલ રાજુ નામક યુવકની ધરપકડ કરી લીધી હતી. રાજુની ધરપકડ બાદ પોલીસ પુછપરછમાં દરેકના નામ કહી દીધા હતા. તેના આધારે પોલીસે અયોધ્યાના રજનીશ નામક આરોપીની પણ ધરપકડ કરી હતી. ત્યારબાદ ગુજરાત પોલીસે અયોધ્યા અને આંબેડકરનગર જિલ્લામાંથી આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
આ લૂંટના આરોપીઓની ધરપકડ ગુજરાત પોલીસ કરી ચૂકી છે. જો કે શકીલ ઉર્ફે કુક્કૂ જે લૂંટમાં વોન્ટેડ હતો. તે લાંબા સમયથી ગુજરાત પોલીસની પહોંચથી દૂર હતો. તેથી ગુજરાત પોલીસે યુપી એસટીએફની મદદ માંગી હતી. ત્યારબાદ એસટીએફની એક ટીમ બનાવવામાં આવી જેને ગુજરાત પોલીસને સાથે મળીને મંગળવાર રાત્રે શકીલ ઉર્ફે કુક્કૂને પોલિટેકનિક ચાર રસ્તાથી ધરપકડ કરી લીધી...વિક્રમ સિંહ(એસએસપી, એસટીએફ, ઉત્તર પ્રદેશ)
કુક્કૂની પોલીસે ધરપકડ કર્યા બાદ આકરી પુછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે ગુજરાતમાં નોકરી કરતા પોતાના મિત્રો સાથે તેણે લૂંટની યોજના બનાવી હતી. લૂંટને અંજામ આપ્યા બાદ અમદાવાદથી કુક્કૂ યુપીના આંબેડકરનગર, પ્રતાપગઢ અને લખનઉમાં સંતાયો હતો. તે થોડા દિવસ પંજાબના લુધિયાણામાં પણ રહ્યો હતો. તે કેટલાક દિવસ પહેલા પોતાના જૂના મિત્રો અને ભાઈને મળવા માટે લખનઉ આવ્યો હતો. તેણે 2015માં આંબેડકર નગરમાં બીડીના વેપારી પાસેથી 40 લાખની લૂંટ ચલાવી હતી. તે આ મામલે જેલ પણ ગયો હતો.
- રેતીના વેપારીની કાર આંતરી લૂંટ મચાવી ઢીબી નાંખ્યો અને ગાડીની તોડફોડ કરાઇ, કામરેજ પોલીસે ગુનો નોંધ્યો
- ડીસામાં ભરબજારે ભેજાબાજ ગઠિયાઓએ કરી લૂંટ, વૃદ્ધ મહિલાને ભોળવી દાગીના પડાવ્યા