જમ્મુ:જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર આકસ્મિક રીતે હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ (Accidental Grenade Blast in Mendhar Sector) થતાં આર્મીના એક કેપ્ટન અને જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO)નું મોત થયું (Death of Army Captain and JCO) હતું. અધિકારીઓએ સોમવારે આ જાણકારી (Grenade Blast in Mendhar Sector) આપી. સેનાના જનસંપર્ક અધિકારીએ અહીં જણાવ્યું કે, આ ઘટના રવિવારની રાત્રે બની હતી, જ્યારે સેનાના જવાનો પૂંચ જિલ્લાના મેંધર વિસ્તારમાં તૈનાત હતા.
આ પણ વાંચો:LAC પર ચીન ઉશ્કેરાઈ રહ્યું છે, ભારત આપી રહ્યું છે જોરદાર જવાબ: એરફોર્સ ચીફ
તેમણે કહ્યું કે, આર્મી કેપ્ટન અને નાયબ-સુબેદાર (Junior Commissioned Officer)ને તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. 17 જુલાઈ 2022ની રાત્રે પૂંચ જિલ્લાના મેંધર સેક્ટરમાં જ્યારે સૈનિકો નિયંત્રણ રેખા પર તેમની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે અચાનક એક આકસ્મિક ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટના પરિણામે સૈનિકો ઘાયલ થયા હતા, જેમને તરત જ એરલિફ્ટ કરીને ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:રાષ્ટ્રપતિની ચૂંટણી માટે TMCએ BJPના ધારાસભ્યોને હોટલમાં રાખવા પર માર્યો ટોણો, કહ્યું...