ગુજરાત

gujarat

ETV Bharat / bharat

WB Accident: ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થતા 27 પ્રવાસીઓને ગંભીર ઈજા - oil Tanker accident

પશ્ચિમ બંગાળના પૂર્વા મેદિનીપુર જિલ્લામાં બસ અકસ્માતમાં 27 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 15 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતને પગલે ઈજાગ્રસ્ત લોકોને યુદ્ધના ધોરણે સારવાર આપવા માટે હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા હતા.

WB Accident: ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થતા 27 પ્રવાસીઓને ગંભીર ઈજા
WB Accident: ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થતા 27 પ્રવાસીઓને ગંભીર ઈજા

By

Published : Mar 26, 2023, 8:58 PM IST

મેદિનીપુરઃ પશ્ચિમ બંગાળના પૂર્વા મેદિનીપુર જિલ્લામાં હલ્દિયા-મેચેડા રાજ્ય ધોરીમાર્ગ પર એક મોટો અકસ્માત થયો હતો. આ હાઈવે પર એક ઓઈલ ટેન્કર બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 27 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ દુર્ઘટના રવિવારે બપોરે એક ઓઇલ ટેન્કર અને દક્ષિણ બંગાળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસબીએસટીસી)ની બસ વચ્ચે ટકરાઈ હતી.

આ પણ વાંચોઃ Amritpal Singh Case : ફરાર અલગતાવાદી અમૃતપાલ સિંહને આશ્રય આપવા બદલ પટિયાલામાં મહિલાની ધરપકડ

પોલીસ ઘટના સ્થળેઃ માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ મુસાફરોને બહાર કાઢ્યા. તમામ ઈજાગ્રસ્તોને મુસાફરોને ટોમલુક મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 12 મુસાફરોને સારવાર આપીને તાત્કાલિક રજા આપવામાં આવી હતી. જોકે, બાકીના 15 લોકોને ઈજાઓ ગંભીર હોવાથી તેમને દાખલ કરવા પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અકસ્માત એક ઈન્ટરસેક્શન પાસે થયો હતો.

રિપેરિંગ કામ ચાલું હતુંઃ જ્યાં રોડનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું અને ત્યાં જામ થઈ ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ દિઘાથી કોલકાતા જઈ રહી હતી. પોલીસની સાથે આસપાસના લોકોએ પણ બચાવ કાર્યમાં મદદ કરી હતી. હાલ તો પોલીસે આ અકસ્માતના કારણો વિશે જણાવ્યું નથી. પરંતુ આસપાસના લોકોનું માનીએ તો ખરાબ સિગ્નલ સિસ્ટમના કારણે આ અકસ્માત થયો છે.

આ પણ વાંચોઃ Atiq Ahmed Case: શું અતીક અહમદને ખરેખર છે કાર પલટી જવાનો ડર

આ કારણે થયુંઃ સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં લાંબા સમયથી ટ્રાફિક સિગ્નલ પોઈન્ટની જાળવણી કરવામાં આવી નથી, જેના કારણે અકસ્માતો થતા રહે છે. વિસ્તારના લોકોનો એવો પણ આક્ષેપ છે કે આ બાબતે અનેક વખત ફરિયાદ કરવા છતાં પણ વહીવટીતંત્ર દ્વારા તેનું નિરાકરણ કરવામાં આવતું નથી. આ દુર્ઘટના બાદ પ્રશાસનની બેદરકારીના કારણે વિસ્તારના રોષે ભરાયેલા લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું, જેના કારણે ત્યાં જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રકની કેબિનનો આગળનો ભાગ કુડચો બોલી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details