ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એક્સપ્રેસ વે પર કાળજું કંપાવનારો અકસ્માત, 4 વર્ષની બાળકીનું બાળમરણ - road accident on the Yamuna Expressway in mathura

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં શુક્રવારે રાત્રે યમુના એક્સપ્રેસ વે પર એક માર્ગ અકસ્માત (road accident on the Yamuna Expressway in mathura) થયો હતો. આ અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મથુરાના યમુના એક્સપ્રેસ વે પર બે કાર અથડાતાં થયા 4નાં મોત અને 4 ઈજાગ્રસ્ત
મથુરાના યમુના એક્સપ્રેસ વે પર બે કાર અથડાતાં થયા 4નાં મોત અને 4 ઈજાગ્રસ્ત

By

Published : Nov 5, 2022, 1:01 PM IST

ઉત્તર પ્રદેશ:મથુરા જિલ્લામાં પોલીસે શનિવારે માહિતી આપી હતી કે, સુરીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર એક માર્ગ અકસ્માતમાં 4 વર્ષની બાળકી સહિત 4 લોકોના મોત થયા છે, જ્યારે ચાર ઈજાગ્રસ્તોમાં એક નવવિવાહિત યુગલનો સમાવેશ થાય છે. મથુરાના સુરીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વેના માઇલસ્ટોન 87 પર બે કાર અથડાયા બાદ આ અકસ્માત (road accident on the Yamuna Expressway in UP) થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.

શું છે પુરી ઘટના:તમામ ઈજાગ્રસ્તોને મથુરા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને મથુરા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકો પર શોક વ્યક્ત કર્યો અને અધિકારીઓને ઈજાગ્રસ્તને પર્યાપ્ત સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. સુરીર પોલીસ સ્ટેશનના SHO સંજય ત્યાગીએ જણાવ્યું હતું કે, ઘ ઈજાગ્રસ્ત દંપતીના હમણાં જ લગ્ન થયા હતા અને પરિવાર નોઈડામાં તેમના લગ્ન સમારોહમાંથી મથુરા (accident on yamuna expressway in mathura) પરત ફરી રહ્યો હતો, ત્યારે શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ તેમની કાર અન્ય ફોર વ્હીલર સાથે અથડાઈ હતી અને પલટી ગઈ હતી.

કોના થયા મૃત્યુ: વરરાજાના પિતા ચંદ્રપાલ સિંહ (ઉંમર-65) અને દિગંબર સિંહ (ઉંમર-40) નામના અન્ય વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે હરેન્દ્ર નામના વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. SHOએ કહ્યું કે, ચાર વર્ષની પ્રિયાંશીનું શનિવારે હોસ્પિટલમાં મોત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details