ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિયાણામાં અકસ્માતઃ ઝડપથી આવતા ટ્રેક્ટરે બે વિદ્યાર્થીઓને અડફેટે લીધા, બંનેના મોત - બંને યુવકોના મોત નિપજ્યા હતા

સોનીપતમાં સોમવારે એક દર્દનાક અકસ્માત થયો. અહીં હાઇસ્પીડ ટ્રેક્ટરે ફૂટપાથ પર જઈ રહેલા બે યુવાનોને કચડી નાખ્યા (Tractor Driver Crushed Two Youths). જેના કારણે બંને યુવકોના મોત નિપજ્યા હતા.

હરિયાણામાં અકસ્માતઃ ઝડપથી આવતા ટ્રેક્ટરે બે વિદ્યાર્થીઓને  અડફેટે લીધા, બંનેના મોત
હરિયાણામાં અકસ્માતઃ ઝડપથી આવતા ટ્રેક્ટરે બે વિદ્યાર્થીઓને અડફેટે લીધા, બંનેના મોત

By

Published : Nov 1, 2021, 12:33 PM IST

સોનીપત: સોનીપતમાં સોમવારે એક ઝડપથી આવતા ટ્રેક્ટરે ફૂટપાથ પર ચાલતા બે વિદ્યાર્થીઓને કચડી નાખ્યા(Tractor Driver Crushed Two Youths) . આ અકસ્માતમાં બંને વિદ્યાર્થીઓના મોત થયા હતા. તેમાંથી એકની ઓળખ 17 વર્ષીય સાદિક તરીકે થઈ છે. બીજાની ઓળખ 17 વર્ષીય શોએબ તરીકે થઈ છે. બંને પાલદા ગામ સોનીપતના રહેવાસી હતા. આ અકસ્માત સોનીપત બાગપત રોડ પર પાલદા ગામ પાસે થયો હતો. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ફરાર છે. રાય પોલીસ સ્ટેશનનો દાવો છે કે ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

(અપડેટ ચાલુ)

ABOUT THE AUTHOR

...view details