- 13 ઘાયલ મજૂરોમાંથી 5 લોકોની હાલત ગંભીર હતી
- બોઇલરનું સ્ટ્રક્ચર પડવાથી અકસ્માત સર્જાયો હતો
- મજૂરોને જયંતની પ્રોજેક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
મધ્યપ્રદેશઃ સોનભદ્રના અનપરા થાણા ક્ષેત્રમાં આવેલા લેન્કો પાવર પ્લાન્ટમાં વહેલી સવારે બોઈલર સ્ટ્રક્ચર ધરાશાયી થવાને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બોઈલર પર કામ કરતા 13 મજૂરો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં તાત્કાલિક ઘાયલ દર્દીઓને અનપરા પ્રોજેક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી પાંચની ગંભીર હાલત હોવાના કારણે મધ્યપ્રદેશની સરહદે આવેલી જયંતની પ્રોજેક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની પુષ્ટિ કરતાં અનપરા લેન્કો પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશને પોલીસને પ્રાથમિક માહિતી ફાઇલ કરવા માટે આપેલા પત્રમાં આ માહિતી આપવામાં આવી હતી.
બોઈલરમાં મેઇન્ટેનન્સનું કામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારબાદ અચાનક અકસ્માત થયો
અનપરા ક્ષેત્રમાં આવેલા લેન્કો પાવર પ્લાન્ટમાં 600 મેગાવોટના યુનિટ નંબર 2માં મેઇન્ટેનન્સનું કામ થઇ રહ્યું હતું અને યૂનીટને બંધ કરવામાં આવ્યું હતું. મેઇન્ટેનન્સની કામગીરી દરમિયાન બોઇલરનું સ્ટ્રક્ચર નીચે પડી ગયું હતું. આ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટ કંપની મેસર્સની માલ્તી એન્ટરપ્રાઇઝ અને મેસર્સ પાવર મેક પ્રોજેકટ લિમિટેડનાં 13 કામદારો ઘાયલ થયા હતા. પ્રોજેક્ટ પ્રશાસને પોલીસને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, આ કામદારોમાંથી 8 સારવાર બાદ રજા આપવામાં આવી હતી પરંતુ પાંચની હાલત ગંભીર હોવાના કારણે તેઓને મધ્યપ્રદેશના જયંતની પ્રોજેક્ટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સારી છે.