- બિહારના કટિહાર જિલ્લાના કુર્સેલા નજીક અકસ્માતની ઘટના
- પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
- મૃતકો અન ઈજાગ્રસ્તો બંગાળ પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો
કટિહારઃ બિહાર રાજ્યના કટિહાર જિલ્લાના કુર્સેલા નજીક ટ્રક અને સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધા છે.