ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાન ના સરકારના રેવન્યુ પ્રધાને મૃતકના પરિવાર અને ઇજાગ્રત લોકોની મુલાકાત લીધી

વડોદરા શહેરના કપુરાઈ ચોકડી (Accident at Kapurai Chowkdi) પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident in Vadodra) સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નિપજયા છે. જ્યાંરે 17 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતની ઘટના અંગેની માહિતી પોલીસ તાપસ કર્યા પછી જ ખબર પડશે.

રાજેસ્થાનના સરકારના રેવન્યુ પ્રધાને મૃતકના પરિવાર અને ઇજાગ્રત લોકોની મુલાકાત લીધી
રાજેસ્થાનના સરકારના રેવન્યુ પ્રધાને મૃતકના પરિવાર અને ઇજાગ્રત લોકોની મુલાકાત લીધી

By

Published : Oct 18, 2022, 8:02 PM IST

રાજસ્થાન: વડોદરા શહેરના કપુરાઈ ચોકડી (Accident at Kapurai Chowkdi) પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત(Accident in Vadodra) સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નિપજયા છે. જ્યાંરે 17 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને શહેરની એસએજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રાજસ્થાન સરકારના રેવન્યુ પ્રધાન રામલાલ જાટ ઇજાગ્રત અને મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી.

રાજસ્થાન ના સરકારના રેવન્યુ પ્રધાને મૃતકના પરિવાર અને ઇજાગ્રત લોકોની મુલાકાત લીધી
રાજસ્થાન સરકારના રેવન્યુપ્રધાન: રામલાલ જાટે જણાવ્યું હતું કે, જ્યારે મીડિયાના માધ્યમથી રાજસ્થાન સરકારના મુખ્યપ્રધાનને માહિતી માળતા જ મને અમદાવાદથી અહીં મોકલવામાં આવ્યો છે. આ મામલે વડોદરા જિલ્લા પ્રમુખ ઋત્વિજ જોશી અને ટીમ, જિલ્લા કલેક્ટર, એસ ડી એમ, પોલીસ અધિકારી સહિત હોસ્પિટલ સુપરીટેન્ડ સાથે સતત વાતચીત ચાલી રહી છે. આ અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે અને મૃતક લોકોને પીએમ બાદ પોતાના વતન સુધી મૃતદેહ પોહચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈ સંવેદના છે, પરંતુ ઘટનાને લઈ રાજ્ય સરકાર તરફથી તમામ મદદ કરવામાં આવશે. અને ગુજરાત સરકારને પણ મદદ માટે જેટલું શક્ય બને તેટલું કરે અને નહીં કરે તો રાજસ્થાન સરકાર તરફથી હું અહી આવ્યો છું. આ ઉપરાંત રાજસ્થાન સરકાર તરફથી તમામ વ્યવસ્થા કરીશું.
રાજેસ્થાનના સરકારના રેવન્યુ પ્રધાને મૃતકના પરિવાર અને ઇજાગ્રત લોકોની મુલાકાત લીધી
રાજસ્થાન સરકાર ચોક્કસ મદદ કરશે: મુખ્યપ્રધાન દ્વારા એટલા માટે જ મને મોકલવામાં આવ્યો છે કે, તમામ ઘાયલોનો યોગ્ય ઈલાજ થાય અને મૃતકોને પોતાના ઘરે પોહચી શકે. રાજ્ય સરકાર ઘરની સ્થિતિ આધારિત સહાય મુખ્યપ્રધાન વિચારણા બાદ કરવામાં આવશે. આ અકસ્માતની ઘટના અંગેની માહિતી પોલીસ તાપસ કર્યા પછી જ ખબર પડશે તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details