ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટકમાં ગુજરાત અને કેરળની કાર વચ્ચે અકસ્માતઃ 4ના ઘટનાસ્થળે જ મોત - ગુજરાત અને કેરળની કાર વચ્ચે અકસ્માત

હાવેરી જિલ્લાના રાનેબેનનુરુની હદમાં (Accident in Karnataka) પૂના-બેંગ્લોર નેશનલ હાઈવે-4 પર ગુજરાત અને કેરળની કાર વચ્ચે અકસ્માત (Accident Between Gujarat and Kerala Based cars in Karnataka) સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચાર લોકોના મોત થયા હતા.

કર્ણાટકમાં ગુજરાત અને કેરળની કાર વચ્ચે અકસ્માતઃ 4ના ઘટનાસ્થળે જ મોત
કર્ણાટકમાં ગુજરાત અને કેરળની કાર વચ્ચે અકસ્માતઃ 4ના ઘટનાસ્થળે જ મોત

By

Published : Apr 30, 2022, 1:58 PM IST

હાવેરી (કર્ણાટક): હાવેરી જિલ્લાના રાનેબેનનુરુની હદમાં બે કાર અથડાતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા (Accident in Karnataka) હતા. આ અકસ્માત પૂના-બેંગ્લોર નેશનલ હાઈવે-4 પર ગુજરાત અને કેરળની કાર વચ્ચે (Accident Between Gujarat and Kerala Based cars in Karnataka) થયો હતો.

આ પણ વાંચો:Vegetables Pulses Price: શાકભાજી-કઠોળના ભાવમાં આજે પણ કોઈ રાહત નહીં

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા:મૃતકોમાં ગુજરાતના દિનેશ (38), લતીશ (37), સુરેશ (39) અને કેરળના સાહિલ (37)નો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણેયની ઓળખ કેરળના દાનેશ અને ગુજરાતના જૈનબી અને અશ્વિન તરીકે થઈ છે. ઘાયલોને રાનીબેનુર તાલુકાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:5 વર્ષીય બાળકી સાથે કરેલા કૃત્યનો બદલો શું પોલીસ લેશે ?, જાણો શું બની હતી ઘટના

ટાયર ફાટતા કાર ડિવાઈડર સાથે અથડાઈ: ગુજરાતની એક કાર જે દાવણગેરેથી હુબલી જઈ રહી હતી તેનુ ટાયર ફાટતા કાર ડિવાઈડર સાથે અથડાઈ અને જ્યાં વાહનો નજીક આવી રહ્યા હતા તે રોડ પર (રસ્તાની સામેની સાઈડ) પલટી ગઈ. તેમજ કેરળની એક કાર જે હુબલીથી દાવંગેરે જઈ રહી હતી. તે જ સમયે ગુજરાતની આ કાર પલટી મારીને કેરળ તરફથી આવતી કાર પર પડી હતી. એસપી હનુમંતરાય અને ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે.

ABOUT THE AUTHOR

...view details