- ઉત્તરપ્રદેશના આગ્રામાં બસ અને મેટાડોર વચ્ચે અકસ્માત
- બે વાહન વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત થયા
- અકસ્માતના કારણે 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા
આગ્રાઃ ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આગ્રા-કાનપુર હાઈવે પર પાર્ક થયેલી મેટાડોરમાં રોડવેઝ બસની ટક્કર થઈ હતી, જેના કારણે ચાર લોકોના મોત થયા છે. જ્યારે 12થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચોઃનવાપરા પાટિયા નજીક બની હિટ એન્ડ રનની ઘટના
છલેસર ફ્લાયઓવર પાસે અકસ્માત સર્જાયો હતો
તમામ ઈજાગ્રસ્તોને એસ. એન. મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. રોડવેઝ બસ કાનપુરથી આગ્રા જઈ રહી હતી. જોકે, આ અકસ્માત છલેસર ફ્લાયઓવર પાસે થયો હતો.
આ પણ વાંચોઃ ધોળાપીપળા પાસે બેફામ દોડતા ટેન્કરે ખેત મજૂરને અડફેટે લીધો
તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
સૂચના પર પહોંચેલાં ક્ષેત્ર અધિકારી એત્માદપુર અર્ચના સિંહે જણાવ્યું હતું કે, તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે જેસીબી અને ક્રેઈનની મદદથી બસ અને ટ્રકને રાષ્ટ્રીય રાજમાર્ગ પરથી હટાવવામાં આવ્યા છે, જેના કારણે વાહનોની અવરજવર યથાવત થઈ છે.