- ચૈત્રી નવરાત્રિની પણ શરૂઆત થઈ ગઈ છે
- દિલ્હીના ઝાંડેવાલાન અને છત્તરપુર મંદિરો ભક્તો માટે બંધ
- કાળકાજી મંદિર નવરાત્રોમાં ભક્તો માટે ખુલ્લું રહેશે
નવી દિલ્હી :રાજધાનીમાં કોરોનાનાં કેસો ઝડપથી વધી રહ્યાં છે. તે જ સમયે નવરાત્રિની પણ શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રિમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દિલ્હીના ઝાંડેવાલાન અને છત્તરપુર મંદિરો ભક્તો માટે બંધ કરાયા છે. ત્યારે કાળકાજી મંદિર નવરાત્રોમાં ભક્તો માટે ખુલ્લું રહેશે. જોકે ભક્તોએ આ માટે ઇ-પાસ લેવો પડશે.
કોરોના રોગચાળાને ધ્યાનમાં (2) સંકુલની
આ પણ વાંચો : ત્રીજી નવરાત્રિ કે જેમાં ભક્તો માતાજીના દર્શન નહિ કરી શકે
મિટિંગ પછી મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો
મંદિર વહીવટ અને વહીવટના અધિકારીઓની બેઠક પછી કાળકાજી મંદિરને નવરાત્રોમાં ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ અંગે અનેક પ્રકારના નિર્ણય લેવામાં આવ્યો છે. DCP, દક્ષિણ-પૂર્વએ જણાવ્યું હતું કે, પોલીસ અને DMએ મંદિર પ્રશાસન સાથે બેઠક કરી હતી. આમાં, કોવિડ-19 નિયમોને લઈને ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ચૈત્ર નવરાત્રિમાં માતાજીના મંદિર સૂના, કંકુચૂંદડી વેચતાં ફેરિયાઓને ગુજરાનના ફાંફા
મંદિર પ્રશાસન દ્વારા ઇ-પાસની વ્યવસ્થા કરવામાં આવી
મંદિર પ્રશાસન દ્વારા ઇ-પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોએ એની માટે અરજી કરવાની રહેશે. આની દ્વારા તમે મંદિરમાં જઇ શકશો. મહંતે અપીલ પણ કરી છે કે, નાના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો ઘરેલુ ઓનલાઇન દર્શનનો લાભ મેળવી શકશે. તેમણે કહ્યું કે, નહેરુ પ્લેસથી એક જ એન્ટ્રી આવશે. ત્યાં એક હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. જ્યાં સેનિટાઈઝેશન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. એક્ઝિટ સર્ક્યુલેશન પ્લાન પણ બનાવવામાં આવ્યો છે. પોલીસે સુરક્ષા વ્યવસ્થાને 3 સેક્ટરમાં વહેંચી દીધી છે. દરેક પ્રભારી નિરીક્ષક ત્યાં રહેશે. મંદિરમાંસંકૂલની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ, કોઈપણ પ્રકારનો પ્રસાદ લાવવાની મનાઈ છે.