દુબઈ: અબુ ધાબીમાં શંકાસ્પદ ડ્રોન હુમલા (Abu Dhabi Drone Attack)માં 3 લોકોના મોત થયા છે. 2 લોકો ભારતીય મૂળ (Indian origin People In UAE)ના છે. એક પાકિસ્તાની નાગરિક છે. સાઉદીની સત્તાવાર સમાચાર એજન્સીએ આ માહિતી આપી છે. અહેવાલો અનુસાર, હૂતી બળવાખોરોએ અબુ ધાબીમાં હુમલો (Houthi Rebels Attack In Abu Dhabi) કર્યો છે. જો કે અબુધાબી પોલીસે આ સંદર્ભમાં વિગતવાર માહિતી આપી નથી.
ઘાયલોની ઓળખ થઈ શકી નથી
અબુ ધાબી પોલીસે જણાવ્યું હતું કે, શંકાસ્પદ ડ્રોન હુમલામાંઅબુ ધાબીમાં 3 ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ (Oil Tanker Explodes In Abu Dhabi) થયો હતો. વિસ્ફોટમાં 3 લોકોના મોત થયા હતા અને 6 ઘાયલ થયા હતા. અબુ ધાબી પોલીસે મૃતકોની ઓળખ 2 ભારતીય અને એક પાકિસ્તાની તરીકે કરી છે. ઘાયલોની ઓળખ થઈ નથી. પોલીસે જણાવ્યું કે, લોકોને થોડી ઈજા થઈ છે. પોલીસે જણાવ્યું કે, તપાસ ચાલી રહી છે.
UAE પર સ્થાનિક લશ્કરને ટેકો આપવાનો આરોપ
એક તરફ જ્યાં અબુ ધાબી પોલીસે શંકાસ્પદ ડ્રોન હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, તો બીજી તરફ યમનના હૂતી બળવાખોરોએ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ અનેક હુમલાઓનો દાવો કર્યો છે, પરંતુ UAEના અધિકારીઓએ આ વાતને નકારી કાઢી છે. નોંધનીય છે કે, તાજેતરમાં હૂતી વિદ્રોહીઓએ અમીરા કેત ફ્લેગ શિપ પર કબજો મેળવ્યો હતો. અબુ ધાબીએ યમનમાંથી મોટાભાગે તેના સૈનિકો (UAE Army In Yemen) પાછા ખેંચી લીધા છે, પરંતુ UAEપર સ્થાનિક લશ્કરને ટેકો આપવાનો આરોપ છે. આરબ વિશ્વનું સૌથી ગરીબ રાષ્ટ્ર યમન (Poorest country in the arab world) ઘણા વર્ષોથી સંઘર્ષનો સામનો કરી રહ્યું છે.
અબુ ધાબી પોલીસે શું કહ્યું?
આ પહેલા સંયુક્ત આરબ અમીરાતના મુખ્ય એરપોર્ટ સંકુલમાં વિસ્ફોટના અહેવાલ હતા. અબુ ધાબી પોલીસના નિવેદન મુજબ, અબુ ધાબીમાં 3 ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. ડ્રોન વડે હુમલો થવાની આશંકા હતી. અબુ ધાબી પોલીસે કહ્યું છે કે, એરપોર્ટ સંકુલમાં લાગેલી આગ નાની છે. આગ અબુ ધાબીના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Abu Dhabi International Airport) એક્સટેન્શનમાં શરૂ થઈ હતી. તે હાલમાં નિર્માણાધીન છે. અબુ ધાબીની સરકારી ઓઈલ કંપની ADNOCએ પણ સ્ટોરેજ કોમ્પ્લેક્સ પાસે 3 પેટ્રોલિયમ ટેન્કરમાં વિસ્ફોટ થયાની જાણ કરી હતી.
આ પણ વાંચો:અમેરિકાઃ ટેક્સાસમાં 4 લોકોને બંધક બનાવનાર ઠાર, બ્રિટિશ નાગરિક તરીકે થઈ ઓળખ
વિસ્ફોટથી કોઈ મોટું નુકસાન થયું નથી
અબુ ધાબી પોલીસે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ સૂચવે છે કે, એક નાની ઊડતી વસ્તુ, જે ડ્રોન હોઈ શકે છે, અબુ ધાબીમાં 2 અલગ અલગ વિસ્તારોમાં પડી હતી અને વિસ્ફોટ બાદ આગ લાગી હતી. પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટથી કોઈ મોટું નુકસાન થયું નથી. અગાઉ હૂતી આંદોલનકારીઓએ દાવો કર્યો હતો કે, તેઓએ સંયુક્ત આરબ અમીરાત પર હુમલો કર્યો હતો. રાજધાની અબુ ધાબીમાં 2 સ્થળોએ થયેલા વિસ્ફોટોના નિવેદન બાદ હૂતી આંદોલનકારીઓનું આ નિવેદન આવ્યું છે.
હૂતી સૈન્યના પ્રવક્તા યાહિયા સારેએ શું કહ્યું?
હૂતી સૈન્યના પ્રવક્તા યાહિયા સારેએ કહ્યું કે, હૂતી આંદોલનકારીઓએ સંયુક્ત આરબ અમીરાતમાં મોટો હુમલો કર્યો છે. તેમણે વિગતો આપી નહોતી, પરંતુ કહ્યું હતું કે, ટૂંક સમયમાં નિવેદન જારી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અબુધાબી UAE સરકારની રાજધાની છે અને અહીંથી દેશની વિદેશ નીતિનું સંચાલન થાય છે.
આ પણ વાંચો:Oregon concert shooting: અમેરિકાના ઓરેગોન કોન્સર્ટની બહાર છ લોકોને ગોળી મારી હત્યાનો પ્રયાસ