ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Dr Nagji Bhai Vekaria interview : 'સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશન' ગ્રુપ 'નો પ્રોફિટ નો લોસ' ના ધોરણે કામ કરી રહ્યું છે : ડો. વેકરીયા

'સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશન' હૈદરાબાદમાં વસતા તમામ ગુજરાતી લોકોને સાથે રાખીને તમામ તહેવારીની ઉજવણી કરવી તેમજ સૌના સુખ દુખમાં સહભાગી બનવું, આ ઉદ્દેશ્ય સાથે તેની એક નાના પાયે શરૂઆત કરવામાં આવી હતી. આજે CGAના સારા કાર્યોના લિધે ગુજરાતીઓ તેમના પર વિશ્વસ રાખીને તેમની સાથે જોડાઇ રહ્યા છે. આ ગ્રુપ થકિ હર હમેશ સારી પહેલ કરવામાં આવી રહી છે. આજે અમે તમને CGA ગ્રુપની શરૂઆત અને તેમના કાર્ય વિશેની માહિતી આપીશું...

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 10:08 AM IST

Dr Nagji Bhai Vekaria interview

હૈદરાબાદ : CGA ગ્રુપ છેલ્લા 11 વર્ષથી હૈદરાબાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. જેમાં આ CGA ગ્રુપની શરૂઆત કઈ રીતે થઇ અને તેનો પાયો કઇ રીતે નાખવામાં આવ્યો, તેના વિશે સંપૂર્ણ માહિતી 'સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશનના મેનેજમેન્ટ વિભાગના અગ્રણી ડો. નાગજી ભાઇ વેકરીયાએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચિતમાં જણાવી હતી...

પ્રશ્ન 1) CGA ગ્રુપની શરૂઆત કયારે કરવામાં આવી હતી?

જવાબ : આજથી લગભગ 11 વર્ષ પહેલા એક નાના પાયે CGAની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે અહિં વસવાટ કરતા ગુજરાતીઓને કઇ રીતે તહેવારોની ઉજવણી કરવી તે માટે થઇને તકલિફો પડી રહી હતી. જેથી તમામ લોકો એક જગ્યા પર સાથે મળીને તમામ તહેવારોની ઉજવણી કરીએ તો મજા આવે. આ અર્થ સાથે CGA ગ્રુપની શરૂઆત કરવામાં આવી હતી. સૌ પ્રથમ અમે નવરાત્રીના તહેવારથી આની શુભ શરૂઆત કરી હતી.

પ્રશ્ન 2) CGAની શરુઆત થઇ ત્યારે કેટલા લોકો હતા અને હાલમાં કેટલા સભ્યો છે ?

જવાબ : જ્યારે CGAની શરૂઆત કરવામાં આવી ત્યારે ફક્ત 10થી 15 લોકો જ હતા અને જેમ જેમ અહિં રહેતા લોકોને આ ગ્રુપ વિશે જાણતા જાય છે તેમ તેમ તેની સંખ્યામાં વધારો થતો જઇ રહ્યો છે. જેમ વધું લોકો જોડાશે તેમ વધું તહેવારોની ઉજવણી કરવામાં પણ મજા આવશે.

પ્રશ્ન 3) CGA ગ્રુપની શરૂઆત કરવા પાછળો શું હેતું હતો?

જવાબ : જે લોકો ગુજરાત માંથી અહિં આવે અને તમામ તહેવારોની મજા તેમના પરિવાર સાથે રહીને માણી શકે તેમજ ગુજરાતની બહાર પણ લોકો એક બિજાના સુખદુખના ભાગીદાર બને તે મહત્વનો ઉદેશ્ય છે. CGA ગ્રુપ નો પ્રોફિટ નો લોસના ધોરણે કામ કરે છે.

પ્રશ્ન 4) CGA ગ્રુપ કયા કયા કાર્યક્રમો કરે છે ?

જવાબ : શરૂઆત 2012માં નવરાત્રીના પાવન પર્વથી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉતરાયણ તહેવારની પણ સારી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વચ્ચે લોકો સાથે મળીને પિકનીક માટે પણ જતા હતા. ધિમે ધિમે તહેવારોની ઉજવણીમાં અમે વધારો રતા જઇએ છીએ.

પ્રશ્ન 5) હૈદરાબાદમાં વસવાટ કરતા ગુજરાતીઓના કયા પ્રકારના પ્રતિભાવો જોવા મળે છે CGA માટે ?

જવાબ : જ્યારે લોકો ગુજરાતથી હૈદરાબાદ આવે છે ત્યારે સૌ પ્રથમ તો અહિં ગુજરાતી ભાષા બોલનારુ કોઇ જોવા મળતું નથી. તેમજ જ્યારે સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશનની જાણ થાય છે ત્યારે તેઓ ઉત્સાહિત થઇ જાય છે. લોકો કહેતા હોય છે કે અમે આટલા સમયથી અહિં છીએ પરંતુ અમને આ બાબતે કોઇ જાણ નહતી, નહિતર જલદિ તમારો સંપર્ક કરોત.

પ્રશ્ન 6) હૈદરાબાદમાં હાલમાં કેટલા ગુજરાતી લોકો વસવાટ કરે છે?

જવાબ : હાલમાં હૈદરાબાદ, સિકંદરાબાદ, કોટી જેવા અનેક વિસ્તારો પ્રમાણે જોવા જઇએ તો 3થી 4 લાખ જેટલા ગુજરાતીઓ વસવાટ કરે છે. તેમજ સોથી વધું હાઇટેક વિસ્તારમાં સારા ડેવલપમેન્ટના કારણે વઘું જોવા મળે છે.

પ્રશ્ન 7) 2023ના નવરાત્રિ દરમિયાન ગુજરાતી અને નોન-ગુજરાતીઓ કેટલા જોડાયા હશે?

જવાબ : CGA જે છે તે ફક્ત ગુજરાતીઓ માટેનું છે અને ગુજરાતીઓ થકી જ બનેલું છે. જેને મુખ્ય ધ્યેય છે કે સૌ સાથે મળીને તહેવારોની ઉજવણી કરવી. અન્ય રાજ્યના લોકો પણ તેમને જોડાવું હોય તો ઉજવણી માટે જોડાય છે.

પ્રશ્ન 8) CGA ગ્રુપમાં આવતા લોકો જણાવી રહ્યા છે કે, તમારુ આયોજન તેમને એટલા હદ્દે પસંદ આવે છે કે તેમને ગુજરાતની પણ યાદ આવતી નથી ?

જવાબ : હા અમારો ધ્યેય જ તે પ્રકારનો છે કે, લોકોને ગુજરાત જેવું જ વાતાવરણ અહિં મળી રહે તે પ્રકારના પ્રયત્નો કરીએ છીએ.

  1. CGA Navratri 2023 3rd Day : 'સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશન' ના 'દાંડિયા રમઝટ 2023'માં છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ગરબાપ્રેમીઓ જોડાયા
  2. CGA Group Navratri 2023 : હૈદરાબાદમાં નવરાત્રી દરમિયાન CGA ગ્રુપ દ્વારા સ્વસ્તિક આરતી કરવામાં આવી, મોટી સંખ્યામાં લોકોએ માં ના લિધા આશિર્વાદ

ABOUT THE AUTHOR

...view details