- આજે વહેલી સવારે 87 ભારતીયો સ્વદેશ પરત ફર્યા
- કાબુલમાં ફસાયેલા હતા આ નાગરીકો
- એક અંદાજ મુજબ 400 નાગરીકો ફસાયેલા હોઈ શકે છે
દિલ્હી: વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું હતું કે, 87 નેપાળી નાગરીકોને લઈને ફ્લાઈટ કાબુલથી નિકળી તાજિકિસ્તાન થી દિલ્હી રવાના થયું છે, તેમણે કહેયું કે અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને ઘરે લાવામાં આવી રહ્યા છે.
તેમણે ટ્વીટ કર્યું હતું કે, AI 1956 લગભગ 87 ભારતીયોને લઈને તાજિકિસ્તાનથી દિલ્હી માટે ઉડાન ભરી છે. આમાં 2 નેપાળી નાગરીક પણ છે. પહેલા તેમને કાબુલથી તાજિકિસ્તાનની રાજધાની દુશાંબે લાવવવામાં આવ્યા હતા, હવે ત્યાથી એર ઈન્ડીયાની ફ્લાઈટ દિલ્હી આવી રહી છે. આ દરમિયાન ફ્લાઈટમાં ભારતીયઓએ ભારત માતાની જયના નારા લગાવ્યા હતા.
ભારતિય અધિકારીઓએ કહ્યું કે, 80થી વધારે ભારતીયોને શનિવારે કાબુલથી ભારતીય વાયુ સેનાના એક સેન્ય પરીવહન વિમાન દ્વારા તજિકિસ્તાનની રાજધાની દુશાંબે લાવવામાં આવ્યા અને રવિવારે વહેલી સવારે એર ઈન્ડીયાની વિશેષ ફ્લાઈટમાં દિલ્હી પાછા લવવવામાં આવ્યા.
આ પણ વાંચો : કલ્યાણસિંહે BJPથી જ્યારે જ્યારે છેડો ફાડ્યો ત્યારે શું થયેલું ?
તેમણે જણાવ્યું કે, ભારતિય વાયુ સેના વિમાન દ્વારા લગભગ 100થી વધુ ભારતીયોને પાછા લાવી શકે છે. એ સિવાય 90થી વધુ ભારતીયોના એક સમૂહને જેમાં વધારે એવા લોકો હતા જે વિદેશી કંપનીઓમાં અફિઘાનિસ્તાનમાં કામ કરતા હતા તેમને અમેરીકા અને નાટોના વિમાન દ્વારા દોહા મોકલવામાં આવ્યા હતા. રવિવારે આ જૂથ ભારત પરત ફરશે.
આ પણ વાંચો : Kalyan Singh: ભાજપની "કેસરી બ્રિગેડના અગ્રધ્વજ" દિગ્ગજ નેતાનું નિધન
સોમવારે 40થી વધારે ભારતીયોને લઈને પહેલી ફ્લાઈટ ભારત પહોંચી હતી, ભારતીય ડિપ્લોમેટ્સ, અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ સમેત 150 લોકોની સાથે બીજો સી-17 વિમાન મંગળવારે ભારત પહોંચશે. મંત્રાલયે ભારતીયો તેમજ તેમના એમ્પ્લોયરોને સંબંધિત અફઘાનિસ્તાન સેલ સાથે સંબંધિત વિગતો તાત્કાલિક શેર કરવા વિનંતી કરી છે. એક અંદાજ મુજબ, અફઘાનિસ્તાનમાં લગભગ 400 ભારતીયો ફસાયેલા હોઈ શકે છે અને અમેરિકા અને અન્ય મિત્ર દેશો સાથે સંકલન સહિત ભારત તેમને બહાર કાઠવાનો પ્રયાસ કરી રહ્યું છે.