ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યોગ કરતાં 'ઓમ' ઉચ્ચારણ અંગે કોંગ્રેસ નેતાએ કરી ટિપ્પણી, Baba Ramdev સહિત લોકોએ આપ્યાં સંગીન જવાબ

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ (Abhishek manu singhvi) યોગ દિવસ (International yoga day) નિમિત્તે યોગ અંગે ટ્વીટ કરીને એક નવો વિવાદ સર્જ્યો છે. જેનો જવાબ બાબા રામદેવે (Baba Ramdev) આપ્યો છે. કોંગ્રેસના નેતાએ એવું તો શું ટ્વીટ કર્યું કે બાબા રામદેવને જવાબ આપવો પડ્યો? જાણવા માટે સંપૂર્ણ સમાચાર વાંચો.

યોગ કરતાં 'ઓમ' ઉચ્ચારણ અંગે કોંગ્રેસ નેતાએ કરી ટિપ્પણી, Baba Ramdev સહિત લોકોએ આપ્યાં સંગીન જવાબ
યોગ કરતાં 'ઓમ' ઉચ્ચારણ અંગે કોંગ્રેસ નેતાએ કરી ટિપ્પણી, Baba Ramdev સહિત લોકોએ આપ્યાં સંગીન જવાબ

By

Published : Jun 21, 2021, 1:41 PM IST

  • કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટ કરીને એક નવા વિવાદને જન્મ આપ્યો
  • ઓમ ઉચ્ચારણ બાબતે કરી ટિપ્પણી
  • બાબા રામદેવે Abhishek manu singhvi ને આપી દીધો જવાબ

હૈદરાબાદ: આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International yoga day) છે અને સમગ્ર વિશ્વમાં યોગ દિવસને લગતા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. રાજકારણથી લઈને સિનેમા અને રમતગમતની હસ્તીઓ યોગ નિદર્શન દ્વારા યોગનું મહત્ત્વ સમજાવી રહી છે. પરંતુ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ (Abhishek manu singhvi) ટ્વીટ કરીને એક નવા વિવાદને જન્મ આપ્યો છે.

ટ્વીટમાં શું છે ?

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ (Abhishek manu singhvi) ટ્વિટ કર્યું છે કે "ઓમનો (Om) જાપ કરતા યોગ ન તો વધુ શક્તિશાળી બનશે કે ન તો અલ્લાહ યોગની શક્તિ ઘટાડશે."

ટ્વીટર પર સિઘવીને મળી રહ્યાં છે જવાબ

અભિષેક મનુ સિંઘવીના (Abhishek manu singhvi) આ ટ્વીટ પર ઘણા લોકો ટિપ્પણી કરી રહ્યાં છે. ઘણાં ટ્વિટર યુઝર્સ અભિષેક મનુ સિંઘવીની માનસિકતા પર સવાલ ઉભા કરી રહ્યાં છે. જ્યારે કેટલાક સિંઘવી અને તેમની પાર્ટી કોંગ્રેસને ધર્મના આધારે સમાજમાં ભાગલા પાડવામાં નિષ્ણાત હોવાનું જણાવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ બાબા રામદેવના વિવાદ વચ્ચે ગુજરાતમાં એલોપેથીની સાથે આયુર્વેદિક સારવાર કોવિડ માટે કારગત નીવડી

Baba Ramdev નો જવાબ

યોગગુરુ બાબા રામદેવે (Baba Ramdev) સિંઘવીના ટ્વીટ પર જવાબ આપતાં કહ્યું કે 'ઈશ્વર-અલ્લાહ તેરે નામ, સબ કો સન્મતિ દે ભગવાન'. બાબા રામદેવે (Baba Ramdev) કહ્યું કે અલ્લાહ, ખુદા, પરમાત્મા, ભગવાન બધા એક છે. આ સ્થિતિમાં કોઈને પણ 'ઓમ' (Om) બોલવામાં શી તકલીફ છે. અમે કોઈને 'ખુદા' બોલવાની મનાઈ કરી રહ્યાં નથી. ઓમ (Om) કોઈ વ્યક્તિ કે મૂર્તિ નથી. બાબા રામદેવે કહ્યું કે આ બધા લોકોએ યોગ કરવો જોઈએ, તો તેમને પણ એક જ ભગવાન નજર આવશેે.

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર હરિદ્વારના પતંજલિ યોગપીઠથી બાબા રામદેવ LIVE

ABOUT THE AUTHOR

...view details