- સાંસદ અભિષેક બેનર્જીએ શાહ પર સાધ્યુ નિશાન
- શાહની ઝાડગ્રામ રેલી રદ્દ થયા બાદ અભિષેક બેનર્જીએ આપી પ્રતિક્રિયા
- અભિષેક બેનર્જીએ મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજાની મજાક ઉડાવી
દાંતન: પશ્વિમ બંગાળના દાંતનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઝાડગ્રામ રેલીને રદ્દ થવાં પર તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ તંજ કસતા સોમવારે કહ્યું હતું કે, ભાજપના વરિષ્ઠ નેતાની રેલી કરતા વધુ લોકો 'JCBની કામગીરી' અથવા તો 'દુકાન પર ચા પીવા' ભેગા થઈ જાય છે.
અભિષેક બેનર્જીએ ભાજપ પર સાધ્યુ નિશાન
તેમણે કહ્યું કે, જ્યારે ભાજપ ઉત્તર પ્રદેશ, ગુજરાત અથવા આસામ જેવા પોતાના શાસિત રાજ્યોને સુવર્ણ રાજ્યમાં રૂપાંતરિત ન કરી શકી તો પશ્ચિમ બંગાળને 'સોનાર બાંગ્લા' બનાવવાનું વચન કેવી રીતે પૂર્ણ કરી શકે છે.
આ પણ વાંચો:કોલસા કૌભાંડ મામલોઃ અભિષેક બેનર્જીની પત્ની CBI સમક્ષ મંગળવારે હાજર થઈ શકે
અભિષેક બેનર્જીએ મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજાની મજાક ઉડાવી