ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ABG Shipyard Limited: ABG શિપયાર્ડ પર FIR દર્જ, 28 બેંકોને 22,842 કરોડનો ચૂનો લગાડ્યો

CBIએ એબીજી શિપયાર્ડ(ABG Shipyard Limited)અને તેના ડિરેક્ટરો સામે 28 બેંકોને 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ FIR નોંધી છે. કંપની શિપબિલ્ડીંગ અને શિપ રિપેરમાં રોકાયેલ છે. તેના શિપયાર્ડ ગુજરાતમાં દહેજ અને સુરત ખાતે આવેલા છે.

ABG Shipyard Limited: ABG શિપયાર્ડ પર FIR, 28 બેંકોને 22,842 કરોડનો ચૂનો ચોપડયાનો આરોપ
ABG Shipyard Limited: ABG શિપયાર્ડ પર FIR, 28 બેંકોને 22,842 કરોડનો ચૂનો ચોપડયાનો આરોપ

By

Published : Feb 12, 2022, 10:30 PM IST

ન્યૂઝ ડેસ્કઃ 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ SBIની આગેવાની હેઠળની 28 બેંકોના કન્સોર્ટિયમ સામે FIR દાખલ કરવામાં આવી છે. આ કંપની શિપબિલ્ડીંગ અને શિપ રિપેરિંગના(ABG Shipyard Limited) કામ સાથે સંકળાયેલી છે.

છેતરપિંડીનો કેસ

CBIએ બેંક ફ્રોડ કેસમાં ABG Shipyard Ltd અને એમના તાત્કાલીક ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ(Managing Director Rishi Kamlesh Agarwal) અને અન્યની સામે છેતરપિંડીનો કેસ કર્યો છે. ભારતીય સ્ટેટ બેંકની (State Bank of India)લીડ વાળા 28 બેંકોના કંસોર્ટિયમ સાથે કથીત રીતે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડીને લઈને આ FIR કરવામાં આવી છે. CBI દ્વારા નોંધવામાં આવ્યું છે કે બેંક ફ્રોડએ અત્યાર સુધી સૌથી મોટો ફ્રોડ કેસ છે.

આ લોકો સામે કેસ પણ નોંધવામાં આવ્યો

અગ્રવાલ ઉપરાંત, એજન્સીએ તત્કાલિન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથુસ્વામી, ડિરેક્ટર્સ અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય કંપની એબીજી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ(ABG International Pvt Ltd) વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. તેમની સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસનો ગુનાહિત ભંગ અને ઓફિસનો દુરુપયોગ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃભાગેડું નીરવ મોદીને ભારત લાવી શકાશે, યૂકે કોર્ટે આપી મંજૂરી

જાણો આ મામલો ક્યારે શરૂ થયો

બેંક દ્વારા 8 નવેમ્બર, 2019ના રોજ પ્રથમ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આના પર સીબીઆઈએ 12 માર્ચ, 2020ના રોજ કેટલીક સ્પષ્ટતાઓ માંગી હતી. ત્યારબાદ બેંકે તે વર્ષે ઓગસ્ટમાં નવી ફરિયાદ નોંધાવી હતી. લગભગ દોઢ વર્ષ સુધી તપાસ કર્યા પછી, ફરિયાદ પર કાર્યવાહી કરતી CBIએ 7 ફેબ્રુઆરી, 2022 ના રોજ ફરિયાદ દાખલ કરી. કંપનીએ 28 બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ક્રેડિટ લીધી છે અને SBI પાસે લગભગ રૂપિયા. 2,468.51 કરોડનું એક્સ્પોઝર છે. ફોરેન્સિંગ ઓડિટમાં ખુલાસો થયો છે કે 2012-17ની વચ્ચે, આરોપીઓએ એકબીજા સાથેની મિલીભગતમાં ભંડોળની ગેરરીતિ, અનિયમિતતા અને વિશ્વાસનો ગુનાહિત ભંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી હતી. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે બેંકોએ જે હેતુ માટે ફંડ બહાર પાડ્યું હતું તેના બદલે તેનો ઉપયોગ અન્ય કોઈ હેતુ માટે કરવામાં આવ્યો હતો.

કંપની વિશે જાણો

એબીજી શિપયાર્ડ લિમિટેડ (ABG Shipyard Ltd)એ ખાનગી ક્ષેત્રની જહાજ નિર્માણ કંપની છે. કંપની બલ્ક કેરિયર્સ, ડેક બાર્જ્સ, ઇન્ટરસેપ્ટર, બોટ્સ, એન્કર હેન્ડલિંગ સપ્લાય શિપ, ટગ્સ અને ઑફશોર વેસેલ્સનું ઉત્પાદન કરે છે. કંપની ભારતમાં વ્યાપારી અને સરકારી ગ્રાહકોને સેવા આપે છે. આ કંપનીના શિપયાર્ડ ગુજરાતમાં દહેજ અને સુરત ખાતે આવેલા છે.

આ પણ વાંચોઃCBIએ મેહુલ ચોક્સી પર લગાવ્યા નવા આરોપ

ABOUT THE AUTHOR

...view details