- કોરોનાની પરિસ્થિતિ જોતો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની કરવામાં આવી માગ
- આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શોએબ ઇકબાલે કરી આ માગ
- દિલ્હીમાં કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી દર્દીઓને
દિલ્હી : પાટનગર દિલ્હીમાં કોરોનાની કથળેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શોએબ ઇકબાલે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે. એક વીડિયો બહાર પાડતી વખતે શોએબ ઇકબાલે કહ્યું હતું કે ધારાસભ્ય હોવા છતાં હું મારા મિત્રને મદદ કરી શકતો નથી. જે દિલ્હીમાં પરિસ્થિતિ કેવી છે તેનો અહેસાસ કરાવે છે.
દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ
વીડિયો સ્ટેટમેન્ટ બહાર પાડતા મટિયા મહેલના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શોએબ ઇકબાલે કહ્યું કે દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા લોકો દરરોજ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. મારો એક મિત્ર પોતે હોસ્પિટલમાં દાખલ છે અને હું ધારાસભ્ય હોવા છતાં પણ તેની મદદ કરી શકું તેમ નથી. ન તો લોકોને દવાઓ મળી રહી છે, ન તો આઈસીયુ બેડ મળી રહ્યા છે કે ન તો રેમેડિસીવર ઇન્જેક્શન મળી રહ્યા છે. જો હું ધારાસભ્ય થઈને કોઈની મદદ કરી શકું નહીં, તો સામાન્ય લોકોની પરિસ્થિતિ શું હશે, તે સમજી શકાય છે. તેથી, હું દિલ્હી હાઈકોર્ટને અપીલ કરું છું કે તાત્કાલિક દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે.