ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેજરીવાલ અને સિસોદિયાએ શાળાઓમાં ટેબલેટ સપ્લાય માટે લાંચ માંગી હતી, સુકેશનો પત્ર દ્વારા વધુ એક આરોપ - Criminal Sukesh Chandrasekhar

જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે ગુરુવારે તેમના વકીલ અનંત મલિક દ્વારા ફરી એક પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે (Another allegation of Sukesh through letter)દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સહિત AAP નેતાઓએ 2016માં "દિલ્હી સ્કૂલ મોડલ માટે" ટેબલેટ સપ્લાય કરવાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.

કેજરીવાલ અને સિસોદિયાએ શાળાઓમાં ટેબલેટ સપ્લાય માટે લાંચ માંગી હતી, સુકેશનો પત્ર દ્વારા વધુ એક આરોપ
કેજરીવાલ અને સિસોદિયાએ શાળાઓમાં ટેબલેટ સપ્લાય માટે લાંચ માંગી હતી, સુકેશનો પત્ર દ્વારા વધુ એક આરોપ

By

Published : Nov 18, 2022, 10:15 AM IST

નવી દિલ્હીઃ કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં જેલમાં રહેલા સુકેશ ચંદ્રશેખરે અન્ય એક પત્ર દ્વારા કહ્યું છે કે, (Another allegation of Sukesh through letter)અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ સ્કૂલોમાં ટેબલેટ સપ્લાય માટે પણ લાંચ માંગી હતી. સુકેશે પોતાના વકીલ અનંત મલિક દ્વારા કેજરીવાલ અને સિસોદિયા પર આરોપ લગાવ્યો છે કે વર્ષ 2016માં તેઓએ દિલ્હીની મોડલ સ્કૂલોમાં ટેબલેટ સપ્લાય માટે લાંચ માંગી હતી.

નકલી કંપની:સુકેશે પત્રમાં લખ્યું છે કે, વર્ષ 2016માં તેણે દિલ્હીના પ્રધાન સત્યેન્દ્ર જૈનને દિલ્હીની મોડલ સ્કૂલોમાં ટેબલેટ સપ્લાય કરવા માટે એક કંપની વિશે જણાવ્યું હતું કે, "કંપની, જૈન અને મનીષ સિસોદિયા વચ્ચે વિડિયો કોન્ફરન્સ દ્વારા આ ડીલ પર ઘણી વખત ચર્ચા થઈ હતી. સુકેશે કહ્યું કે, તે પણ આ વાતચીતમાં સામેલ હતો. જોકે, બાદમાં ડીલ થઈ શકી ન હતી. તેમણે આરોપ લગાવ્યો કે વર્ષ 2016ના મધ્યમાં કૈલાશ ગેહલોતના ખેતરમાં એક મીટિંગ થઈ હતી. તેમાં હું, જૈન અને સિસોદિયા તેમજ ટેબલેટ સપ્લાય કરતી કંપનીના પ્રતિનિધિઓ સામેલ હતા. પછી સોદો નક્કી થયો અને કહેવામાં આવ્યું કે, મનીષ સિસોદિયાના સંબંધી પંકજના નામે નકલી કંપની બનાવવામાં આવશે અને લાંચની રકમ તે કંપનીને લોન તરીકે ટ્રાન્સફર કરવામાં આવશે. સુકેશે આરોપ લગાવ્યો કે આ સોદામાં સત્યેન્દ્ર જૈનની ચિંતા માત્ર પોતાના નફાની હતી, ઉત્પાદનની ગુણવત્તા અંગે નહીં."

જામીન છઠ્ઠી વખત ફગાવી:જેલમાં બંધ ગુનેગાર સુકેશ ચંદ્રશેખરે આ પહેલા પણ AAP નેતાઓ પર ગંભીર આરોપ લગાવતા અનેક પત્રો જારી કર્યા છે. તેણે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાનો પડકાર ફેંક્યો છે. ગુરુવારે કેન્દ્રીય રાજ્ય પ્રધાન મીનાક્ષી લેખીએ પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, સુકેશ ચંદ્રશેખર દ્વારા છઠ્ઠો પત્ર જારી કરવામાં આવ્યો છે જેમાં તેણે કેજરીવાલને ટેબ ખરીદવાના મામલે ભ્રષ્ટાચાર પર પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે પડકાર ફેંક્યો છે. જ્યારે બીજી તરફ સત્યેન્દ્ર જૈનના જામીન છઠ્ઠી વખત ફગાવી દેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં કેજરીવાલે હજુ પણ તેમની પાસેથી પ્રધાન પદનું રાજીનામું લીધું નથી. આનાથી સાબિત થાય છે કે આ સમગ્ર ગડબડનું મૂળ કારણ અરવિંદ કેજરીવાલ છે.

ABOUT THE AUTHOR

...view details