અમદાવાદઃગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી યોજાવાની છે(Assembly Election 2022 in Gujarat) અને રાજકીય પક્ષો પોતપોતાનો જોર લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી(Aam Aadmi Party) રાજ્યમાં હાલની ભારતીય જનતા પાર્ટીને(Bharatiya Janata Party) સત્તા પરથી હટાવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર રાજ્યમાં ભાજપની સરકાર બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ કારણે પીએમ મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે(PM Modi on a three day visit to Gujarat), જ્યાં તેઓ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે અને રાજ્યને કેટલીક વિકાસ યોજનાઓ પણ આપશે.
આપ નેતા ગોપાલ ઈટાલિયાએ પીએમ મોદીને અપશબ્દો કહ્યા, ભાજપે આપ્યો વળતો જવાબ - ભારતીય જનતા પાર્ટી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે છે(PM Modi on a three day visit to Gujarat). જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. હવે પીએમ મોદી પર નિશાન સાધતા ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ તેમના માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે(AAP leader Gopal Italia abuses PM Modi). જેને લઇને ભાજપે પણ તેના પણ વળતો પ્રહાર કર્યો છે.
ઇટાલિયાએ કર્યો બફાટ આપણે ઘણી વખત જોયું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકારણીઓ એકબીજા પર આક્ષેપો કરતા રહે છે. એટલું જ નહીં, ઘણી વખત નેતાઓ કેટલીક અભદ્ર ભાષા અને ટિપ્પણીઓ પર પણ ઉતરી આવે છે. હવે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ કંઈક આવું જ કર્યું છે. ઈટાલિયાએ વડાપ્રધાન મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પીએમ મોદી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે.
વડાપ્રધાન પર અપશબ્દનો વાર હવે ઈટાલિયાની આ અભદ્ર ભાષાને કારણે આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો અને ઘેરાયેલા છે. બીજેપી નેતા અમિત માલવિયાએ એક પોસ્ટ સાથે ગોપાલ ઈટાલિયાનો આ વીડિયો શેર કર્યો છે.