- જીંદમાં ખેડૂત મહાપંચાયત માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ
- 300 ખેડુતોની શહાદત પર કુંભકરણ થઈ સરકાર સૂઈ રહી છે: સુશીલ ગુપ્તા
- મોદી સરકારની આંખો ખોલવા માટે કિસાન મહાપંચાયત બોલાવી
જીંદ(હરિયાણા): જીંદમાં આજે રવિવારે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત યોજાવા જઈ રહી છે. જીંદના હુડ્ડા સેક્ટરમાં યોજાનારી આ મહાપંચાયતને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સંબોધન કરશે. આ કિસાન મહાપંચાયતમાં ભગવંત માન, વરિષ્ઠ નેતા ગોપાલ રાય ઉપરાંત, હરિયાણાની ભૂમિથી જોડાયેલા દિલ્હીના વરિષ્ઠ નેતાઓ પણ સંબોધન કરશે.
આ પણ વાંચો:કિસાન મહાપંચાયતમાં બોલ્યા કેજરીવાલ - કેન્દ્ર સરકારે જ કરાવ્યો છે લાલ કિલ્લા કાંડ
હરિયાણાના રાજકારણ પર નજર
ખાસ વાત એ છે કે, હવે આમ આદમી પાર્ટી હરિયાણામાં રાજકીય જમીન તૈયાર કરવા પ્રયાસ કરી રહી છે. ખેડૂતોમાં ભાજપનો વિરોધ જ AAPને હરિયાણા તરફ આકર્ષિત કરી રહ્યો છે. આ અગાઉ, રાજ્યમાં પંચાયતની ચૂંટણીઓ પૂર્વે જ આમ આદમી પાર્ટીએ સિમ્બોલ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. સ્પષ્ટ છે કે, કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી હરિયાણામાં લોકોના હૃદયમાં સ્થાન બનાવવા માંગે છે.
આ પણ વાંચો:ગુજરાતની જનતાને મોદી સરકારથી મુક્ત કરાવવી પડશે :રાકેશ ટિકૈત
જીંદ આ માટે પસંદ કર્યું
કિસાન મહાપંચાયત માટે આમ આદમી પાર્ટીએ ખૂબ જ કાળજીપૂર્વક જીંદની પસંદગી કરી છે. એવું કહેવામાં આવે છે કે, જીંદમાં રેલી કર્યા વિના પ્રદેશમાં કોઈ રાજકીય પક્ષ હરિયાણાની સત્તા સંભાળી શક્યું નથી. બીજું કારણ એ પણ છે કે, જીંદ હરિયાણાની મધ્યમાં આવેલું છે. અહીં રેલી કાઢવાથી તેની અસર સમગ્ર હરિયાણામાં થઈ શકે છે.