રાયપુર( છત્તીસગઢ): મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરવા બદલ આમ આદમી પાર્ટીના ગુજરાતના વડા ગોપાલઇટાલિયાની નિંદા કરતા કહ્યું હતુ કે,(Bhupesh Baghel slammed Gopal Italia ) આ ગુજરાત અને દેશ તેને સહન કરશે નહીં. છત્તીસગઢના મુખ્ય પ્રધાને ANIને કહ્યું હતુ કે, "ગોપાલ ઇટાલિયાએ જાતિવાદી ટિપ્પણી કરી હતી જેને ગુજરાત અને દેશ સહન નહીં કરે. તેમણે PMની માતા વિશે ટિપ્પણી કરી હતી. તેઓ 100 વર્ષના છે અને તેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. કોંગ્રેસ તેની નિંદા કરે છે."
ખાસ આદમી પાર્ટી:સીએમ ભૂપેશ બઘેલે AAPની વધુ ટીકા કરતા કહ્યું હતુ કે, "તેઓ (AAP) ભાજપની 'B' ટીમ છે. તેઓ કોંગ્રેસને હરાવવા માટે ગુજરાત, ગોવા અને ઉત્તરાખંડ જાય છે. તેઓ ગમે તે કહે પરંતુ આ જ તેમનું લક્ષ્ય છે. AAP આમ આદમી પાર્ટી નથી. પરંતુ 'ખાસ આદમી પાર્ટી' છે.
અધ્યક્ષની પસંદગી:સોમવારે વહેલી સવારે, સીએમ ભૂપેશ બઘેલ અને છત્તીસગઢ કોંગ્રેસના વડા મોહન માર્કમ પાર્ટીના નેતાઓમાં સામેલ હતા જેમણે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) ના આગામી અધ્યક્ષની પસંદગી માટે રાયપુરમાં રાજ્ય કોંગ્રેસ કાર્યાલય 'રાજીવ ભવન' ખાતે મતદાન કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર એઆઈસીસી પ્રમુખ પદ માટે મેદાનમાં છે.
કોંગ્રેસમાં આંતરિક લોકશાહી: છત્તીસગઢ પાર્ટી એકમના કોમ્યુનિકેશન વિંગના વડા સુશીલ આનંદ શુક્લાએ જણાવ્યું હતું કે, કુલ 307 પ્રદેશ કોંગ્રેસ કોંગ્રેસ પ્રતિનિધિઓ તેમના મત આપવા માટે પાત્ર છે, તેમાંથી 210 લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પોતાનો મત આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા સીએમ બઘેલે કહ્યું કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે, પરંતુ ભાજપમાં માત્ર બે વ્યક્તિઓ જ પક્ષના પ્રમુખની પસંદગી કરે છે.
"જ્યારે જેપી નડ્ડા બીજેપીના અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટાયા, ત્યારે કોઈને તેના વિશે ખબર ન હતી. પરંતુ કોંગ્રેસમાં, લોકશાહી પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે અને પાર્ટીના વડા પદ માટે ચૂંટણી થઈ રહી છે," - CM ભૂપેશ બઘેલ