ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી લીકર કેસમાં વિજય નાયરની ધરપકડ, ગુજરાતમાં આપનું સોશિયલ મીડિયા જોતા - CBI Case Delhi liquor policy

EDએ દારૂ કૌભાંડમાં બુધવારે સવારે સમીર મહેન્દ્રુની ધરપકડ કરી છે. તેઓ ઈન્ડો સ્પિરિટ્સ નામની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે અને તેમના પર કોન્ટ્રાક્ટ લેવા માટે લાંચ (Delhi liquor policy) આપવાનો આરોપ છે. વિજય નાયર (Vijay Nair liquor) ગુજરાતમાં આપનું સોશિયલ મીડિયા જોતા હતા જેઓ મુંબઈના ઓનલી મંચ લાઉડરના પૂર્વ સીઈઓ પણ રહી ચૂક્યા છે. કેજરીવાલે દિલ્હીના મુખ્ય પ્રધાને આ મામલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.

દિલ્હી લીકર કેસમાં વિજય નાયરની ધરપકડ, ગુજરાતમાં આપનું સોશિયલ મીડિયા જોતા
દિલ્હી લીકર કેસમાં વિજય નાયરની ધરપકડ, ગુજરાતમાં આપનું સોશિયલ મીડિયા જોતા

By

Published : Sep 28, 2022, 12:43 PM IST

Updated : Sep 28, 2022, 4:57 PM IST

નવી દિલ્હીઃ બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ (ED case Delhi liquor) કૌભાંડમાં ઇન્ડો સ્પિરિટ્સ કંપનીના માલિક સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી. આ પહેલા મંગળવારે સાંજે આમ આદમી પાર્ટીના મીડિયા મેનેજર વિજય નાયરની (Vijay nair Arrested) CBI દ્વારા ધરપકડ (CBI Case Delhi liquor policy) કરવામાં આવી હતી. સમીર મહેન્દ્રુ પર કોન્ટ્રાક્ટ લેવા માટે લાંચ આપવાનો આરોપ છે. દિલ્હીમાં ફરી એકવખત લીકર કેસનું કોકડું વિવાદમાં આવ્યું છે. જેને લઈને આમ આદમી પાર્ટી સુપ્રીમો કેજરીવાલે આકરા પ્રહાર કર્યા છે.

ગેરરીતિ અને ભ્રષ્ટ્રાચાર મામલોઃ નવી એક્સાઈઝ પોલીસી દિલ્હી સરકારે ગયા વર્ષે 17 નવેમ્બરે લાગુ કરી હતી, જે હવે પાછી ખેંચી લેવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ગયા મહિને નવી એક્સાઈઝ પોલીસીના અમલમાં થયેલી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. દિલ્હીમાં અગાઉ સરકારી દુકાનોમાં દારૂ વેચાતો હતો. નક્કી કરેલા દરે પસંદગીના સ્થળોએ ખુલ્લી દુકાનોમાં જ દારૂનું વેચાણ થતું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં કેજરીવાલ સરકારે દારૂના વેચાણ માટે નવી એક્સાઈઝ પોલીસી લાગુ કરી હતી.

બંધ કરવા નિર્ણયઃઆ અંતર્ગત દારૂના વેચાણની જવાબદારી ખાનગી કંપનીઓ અને દુકાનદારોને આપવામાં આવી હતી. સરકારે કહ્યું કે આનાથી સ્પર્ધા થશે અને લોકો ઓછી કિંમતે દારૂ ખરીદી શકશે. આ સિવાય નવી એક્સાઈઝ પોલિસી મુજબ દેશી અને વિદેશી તમામ બ્રાન્ડનો દારૂ દારૂની દુકાન પર એક જ જગ્યાએ મળવાનો હતો. પરંતુ નવી એક્સાઈઝ પોલીસી હેઠળ, સરકારે નવેમ્બરથી દિલ્હીમાં વેચાતી દારૂની દુકાનો અચાનક બંધ કરવાનો નિર્ણય લીધો. જેના કારણે દારૂના વેચાણને લઈને ગભરાટ ફેલાયો હતો.

32 ઝોનમાં લીકર મામલોઃદિલ્હીની નવી એક્સાઈઝ પોલીસી 2021-2022 હેઠળ, સમગ્ર દિલ્હીને 32 લિકર ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું. 9 ઝોને લાયસન્સ સરન્ડર કરી દીધું છે. આ અંતર્ગત 849 દુકાનો ખોલવામાં આવી હતી. 31 ઝોનમાં 27 દુકાનો અને એરપોર્ટ ઝોનમાં 10 દુકાનો મળી આવી હતી. 9મી મેના રોજ 639 દુકાનો અને 2જી જૂને 464 દુકાનો ખોલવામાં આવી હતી. જ્યારે આ પહેલા 17 નવેમ્બર, 2021 ના ​​રોજ અમલમાં આવ્યો, દિલ્હીમાં કુલ 864 દારૂની દુકાનો હતી.

કેટલી દુકાનઃ475 દુકાનો સરકાર દ્વારા ચલાવવામાં આવતી હતી, જ્યારે 389 દુકાનો ખાનગી હતી.દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલીસી લાગુ કરવા પાછળ દિલ્હી સરકારની સૌથી મોટી દલીલ દારૂ માફિયાઓને ખતમ કરવાની અને દારૂના સમાન વિતરણની હતી. આ સાથે, દારૂ પીવાની ઉંમર 25 થી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવી હતી અને આ સાથે ડ્રાય ડેઝમાં પણ ઘટાડો થયો હતો. આ નીતિના અમલીકરણ સાથે, દિલ્હી પ્રથમ એવી સરકાર બની જેણે પોતાને દારૂના વ્યવસાયથી દૂર કરી. આ પછી, જો કોઈ જાહેર સ્થળે સ્ટોરની સામે દારૂ પીવે છે, તો તે સ્ટોર માલિક જવાબદાર છે, પોલીસ નહીં.

અધિકારીઓ પણ સસ્પેન્ડઃએક્સાઈઝ વિભાગના ભૂતપૂર્વ કમિશનર એ ગોપી કૃષ્ણ અને ડેપ્યુટી કમિશનર આનંદ કુમાર તિવારી સમિતિએ આ મહિને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા નવી એક્સાઈઝ પોલીસી બનાવવામાં અનિયમિતતા બદલ 11 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમાર દ્વારા લેફ્ટનન્ટ ગવર્નરને સુપરત કરવામાં આવેલા 37 પાનાના રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટમાં વિજિલન્સ વિભાગની તપાસને આધાર બનાવવામાં આવી હતી. તકેદારી વિભાગ દ્વારા આપવામાં આવેલા તેના રિપોર્ટમાં નવી એક્સાઈઝ પોલિસીમાં ઘણી કથિત ગેરરીતિઓ હોવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં એરપોર્ટ પર શરાબની દુકાન ખોલવા માટે જરૂરી એરપોર્ટ ઓપરેટર પાસેથી એનઓસી મેળવવામાં સફળ ન થતા 30 કરોડ રૂપિયા કંપનીને પરત આપવાનું કહેવામાં આવ્યું છે. આ નિયમોની વિરૂદ્ધ કહેવામાં આવ્યું છે.

રાહત પેકેજનો મુદ્દોઃકોરોનાના સમયગાળા દરમિયાન છૂટકમાં દારૂ વેચવા માટે ટેન્ડર મેળવનાર લાયસન્સ ધારકો, ઉત્પાદકો અને બ્લેકલિસ્ટેડ કંપનીઓને 144 કરોડનું રાહત પેકેજ આપીને સાથે મળીને વેપાર કરતા દારૂના વેપારીઓને પણ આધાર બનાવવામાં આવ્યો હતો. રિપોર્ટના આધારે તત્કાલિન એક્સાઇઝ કમિશનર એ ગોપીકૃષ્ણ અને ડેપ્યુટી કમિશનર આનંદ કુમાર તિવારીને સસ્પેન્ડ કરવાની ફાઇલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી છે જ્યારે 3 આસિસ્ટન્ટ કમિશનર પંકજ ભટનાગર, નરેન્દ્ર સિંહ, નીરજ ગુપ્તા, સેક્શન ઓફિસર કુલદીપ સિંહ, સુભાષ રંજન, સુમન ડીલિંગ હેન્ડ્સ સત્યવર્ત ભટનાગર, સચિન સોલંકી અને ગૌરવ માનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાંથી હવે પૂર્વ કમિશનરના સ્થાને કૃષ્ણ મોહનની નિમણૂક કરવામાં આવી છે.

સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆર મુજબ તમામ આરોપીઓના મુખ્ય નામ નીચે મુજબ છે

મનીષ સિસોદિયા - દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન, અર્વા ગોપી કૃષ્ણ - ભૂતપૂર્વ એક્સાઈઝ કમિશનર, પંકજ ભટનાગર - મદદનીશ એક્સાઈઝ કમિશનર, મનોજ રાય - ભૂતપૂર્વ કર્મચારી, મેસર્સ પ્રમોદ રેકોર્ડ્સ, લખનૌ, વિજય નાયર - ભૂતપૂર્વ CEO, ઓન્લી મચ લાઉડર, મુંબઈ, અમનદીપ ધલ - ડિરેક્ટર, મેસર્સ બ્રિન્ડકો સેલ્સ પ્રાઇવેટ લિમિટેડ, આનંદ તિવારી - ડેપ્યુટી કમિશનર, એક્સાઈઝ વિભાગ, સમીર મહેન્દ્રુ - એમડી, ઈન્ડો સ્પિરિટ્સ ગ્રુપ, અમિત અરોરા - મેસર્સ બડી રિટેલ પ્રાઈવેટ લિ, M/s બડી રિટેલ પ્રાઇવેટ લિમિટેડ, દિનેશ અરોરા, M/s મહાદેવ લિકર - ઓખલા, દિલ્હી, સન્ની મારવાહ, અરુણ રામચંદ્ર પિલ્લઈ, અરુણ પાંડે - ગુરુગ્રામ, અજ્ઞાત સરકારી અને ખાનગી વ્યક્તિ

શું બોલ્યા કેજરીવાલઃદેશમાં ખૂબ જ મોંધવારી વધી ગઈ છે. ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. ચારેય બાજુ બેરોજગારી છે. કોઈ પણ સરકારનું પહેલું કામ એ હોવું જોઈએ કે, મોંઘવારી કેવી રીતે ઘટે, પણ કેટલીક સરકારનું એક જ કામ છે કે, કેજરીવાલને ક્રશ કરી દો. હવે કેજરીવાલને રોકવાના પ્રયાસ થઈ રહ્યા છે. તેમણે વિજય નાયરની ધરપકડ કરી લીધી છે. જેણે પંજાબમાં ખૂબ સારૂ કામ કર્યું છે. જે ગુજરાતનું આમ આદમી પાર્ટીનું સોશિયલ મીડિયા જોતા હતા.

Last Updated : Sep 28, 2022, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details