ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિવસેનાના ધારાસભ્યને સિવિલ હોસ્પિટલમાં લઇ જઈ ઘેનના ઇન્જેક્શન આપી તેઓને બેભાન કરી દીધા : આપ પ્રમુખ ઇટાલિયા - સી આર પાટીલ

મહારાષ્ટ્રમાં શરૂ થયેલા રાજકીય હડકંપને (Maharashtra Political Crises) લીઈને આમ આદમી પાર્ટીના નેતાએ ભાજપના (BJP Leaders) નેતાને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia Aam Admi party) દાવો કરીને કહ્યું હતું કે, સમગ્ર કામગીરી સી.આર. પાટીલના ઈશારે થઈ રહી છે. આ માટે ધારાસભ્યો જે હોટેલમાં રોકાયા છે એના સીસીટીવી ફૂટેજને તપાસવામાં આવે.

શિવસેનાના ધારાસભ્યને સિવિલ હોસ્પિટલમાં લઇ જઈ ઘેનના ઇન્જેક્શન આપી તેઓને બેભાન કરી દીધા : આપ પ્રમુખ ઇટાલિયા
શિવસેનાના ધારાસભ્યને સિવિલ હોસ્પિટલમાં લઇ જઈ ઘેનના ઇન્જેક્શન આપી તેઓને બેભાન કરી દીધા : આપ પ્રમુખ ઇટાલિયા

By

Published : Jun 21, 2022, 4:32 PM IST

સુરત: મહારાષ્ટ્રની રાજનીતિમાં આંતરિક (Maharashtra Political Crises) દંગલ થઈ રહ્યું છે. કેન્દ્રીય પ્રધાન એકનાથ શિંદે સહીત 30થી વધુ ધારાસભ્ય સુરતની હોટલમાં (Maharashtra MLA in Surat) રોકાયા છે. આ મામલે સુરતમાં આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાનું (Gopal Italia Aam Admi party) નિવેદન સામે આવ્યું છે. તેમણે ભાજપ પર આક્રરા પ્રહારો કર્યા છે.

શિવસેનાના ધારાસભ્યને સિવિલ હોસ્પિટલમાં લઇ જઈ ઘેનના ઇન્જેક્શન આપી તેઓને બેભાન કરી દીધા : આપ પ્રમુખ ઇટાલિયા

આ પણ વાંચો:શિવસેનાના 50 ટકા ધારાસભ્યો બીજેપીની ફેવરમાં: નવનીત રાણા

ધારાસભ્યોને પોલીસે પકડ્યા: ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે શિવસેનાના બે થી ત્રણ ધારાસભ્યએ ભાગવાની કોશિશ કરતા તેમને ક્રાઈમ બ્રાંચ ટીમે નવસારીથી એને પકડી લીધા છે. એક બે ધારાસભ્યને સિવિલ હોસ્પિટલમાં લઇ જઈ ઘેનના ઈન્જેક્શન આપી, બેભાન કરી દીધા હતા. શિવસેના ધારાસભ્યને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. આ બધું હું એક પાર્ટીના પ્રમુખ તરીકે કહું છું. વધુ પુરાવા જોઈએ તો હોટેલ અને હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચકાસી શકાય છે. તમામ ધારાસભ્ય ત્યાં ખુશ હોય તેવું નથી. ત્યાં આખી રાત તમાશો ચાલ્યો છે.

આ પણ વાંચો:અગાઉ જ કરવામાં આવ્યા હતા 5 સ્ટાર હોટેલના તમામ રૂમ બુક, પાટીલ પર આરોપ

સંપર્ક વિહોણા થયા: મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર સામે સંકટના વાદળ ઘેરાયા છે. શિવસેનાથી નારાજ પ્રધાન એકનાથ સિંદે સોમવાર રાતથી સંપર્ક વિહોણા થયા હતા. એકનાથ સિંદે સાથે શિવસેનાના 35 જેટલા ધારાસભ્યો પણ સંપર્ક વિહોણા થયાં હોવાની ચર્ચા શરૃ થઈ હતી. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણ ગરમાયું હતું.જોકે, મોડી રાત્રે મંત્રી એકનાથ સિંદે સહિતના કેટલાક ધારાસભ્યો સુરતની એક હોટલમા આવી પહોંચ્યા હોવાની વાત સાથે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details