ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી પોલીસે 3 કલાકની કસ્ટડી બાદ ગોપાલ ઈટાલિયાને છોડ્યો, કેજરીવાલે કહ્યું જનતાની જીત

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સામે વિવાદાસ્પદ ટિપ્પણી આપવા બદલ રાષ્ટ્રીય મહિલા આયોગે હાજર (National Commission for Women) થવા ફરમાન કર્યું હતું. આજે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની અટકાયત (aap gujarat chief gopal italia detained) કરવામાં આવી છે. જાણો શું હતો સમગ્ર મામલો.

PM મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવી ઇટાલિયાને પડી ભારે, AAPના હોમ સ્ટેટ દિલ્હીમાં થઈ ધરપકડ
PM મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવી ઇટાલિયાને પડી ભારે, AAPના હોમ સ્ટેટ દિલ્હીમાં થઈ ધરપકડ

By

Published : Oct 13, 2022, 2:44 PM IST

Updated : Oct 13, 2022, 6:41 PM IST

દિલ્હી : આપ નેતા ગોપાલ ઇટાલીયાને આજે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ગોપાલ ઇટાલિયાને (National Commission for Women) હાજર થવાનું ફરમાણ હતું. તેઓ આજે હાજર પણ થયા હતા અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેની આજે અટકાયત પણ કરવામાં (aap gujarat chief gopal italia detained) આવી છે.

ઈટાલિયાને ખોટી રીતે ફસાવ્યાઃ ગઢવી

PM અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યાનો આક્ષેપ આપ નેતા ગોપાલ ઇટાલિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વિવાદાસ્પદ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગોપાલ ઇટાલિયાએ (aap gujarat chief gopal italia detained) ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તેમના પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે.

દિલ્હી પોલીસે કરી ધરપકડ

કેજરીવાલે ટ્વિટ કરીને જાણકારી આપીકેજરીવાલે પણ આ બાબતે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની પાછળ આખી ભાજપ કેમ પડી છે?

NCWના ચેરમેન રેખા શર્માએ ટ્વિટ કર્યું NCWના ચેરમેન રેખા શર્માને જણાવ્યું છે કે, મને 100-150 લોકો આવીને ધમકી આપવા લાગ્યા હતા. તેઓને ફક્ત શું મામલો છે તેના વિશેની પૂછપરછ માટે બોલાવામાં આવ્યા હતા. તેઓ વકીલો સાથે આવ્યા હતા.

ઇટાલિયાએ કર્યો બફાટઆપણે ઘણી વખત જોયું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકારણીઓ એકબીજા પર આક્ષેપો કરતા રહે છે. એટલું જ નહીં, ઘણી વખત નેતાઓ કેટલીક અભદ્ર ભાષા અને ટિપ્પણીઓ પર પણ ઉતરી આવે છે. હવે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ કંઈક (aap gujarat chief gopal italia detained) આવું જ કર્યું છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો ગોપાલ ઇટાલિયાએ (aap gujarat chief gopal italia detained) વડાપ્રધાન મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ (Gopal Italiya viral video) રહ્યો છે, જેમાં તે પીએમ મોદી માટે વિવાદાસ્પદ ભાષાનો ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાન અંગે અપશબ્દ બોલતા ગોપાલ ઇટાલિયાનો વીડિયો ભાજપના નેતા અમિત માલવિયાએ વીડિયો શેર કર્યો હતો.

વીડિયો વાયરલ થયો હતો ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા એકબીજા વીડિયો વાયરલ (Gopal Italiya viral video) કરવામાં આવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ 2 દિવસ વડાપ્રધાન અપશબ્દો અને બીજા વાયરલ વીડિયોમાં માતાઓ અને બહેનોને મંદિરમાં ન જવા અંગે સલાહ આપી હતી. જોકે, ઇટાલિયાએ આ વીડિયો જૂનો હોવાની વાત કહી ભાજપ વિશે જ પ્રતિક્રિયાઓ આપી હતી.

ઈટાલિયાને ખોટી રીતે ફસાવાઈ રહ્યા છે તો ગોપાલ ઇટાલિયાની ધરપકડ અંગે આપના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ (isudan gadhvi aap) ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે. એટલે ગોપાલ ઇટાલીયાના જૂના વીડિયો કાઢીને એક સરદારના વંશજને એક યુવાન નેતાને ખોટી રીતે ફરસાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 8 વર્ષ જૂના વિડીયો એડીટીંગ કરીને તેને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો વિડીયો મુજબ તમે ગોપાલ ઇટાલીયાની ધરપકડ કરતા હોય તો હાર્દિક પટેલ, ગોવર્ધન ઝડફિયા જેવા અનેક નેતાઓએ પણ અગાઉ અનેક અપશબ્દો કહ્યા છે તેવા પણ વીડિયો છે, પરંતુ વિડીયો મુદ્દો નથી, પરંતુ ગોપાલ ઇટાલીયાથી ભાજપ ડરી ગઈ છે એટલે તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.

AAP ગોપાલ ઇટાલિયા સપોર્ટનું કેમ્પઈન ચલાવશેઆવતીકાલથી પટેલ સમાજના યુવાનો અને પટેલ સમાજના આગેવાનો અને બેરોજગાર યુવાનો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગોપાલ ઈટાલિયા સપોર્ટ કરીને કેમ્પેન શરૂ કરશે. ગામડાઓ અને શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીઓના કાર્યકર્તા પ્રવેશ આપવાની મનાઈ ફરમાવવામાં આવશે તેવું લાગી રહ્યું છે.

ભાજપ ખેડૂતોની આવક ડબલ નથી કરી શકી આપ નેતા ઈસુદાન ગઢવીએ ઉમેર્યું હતું કે, ભ્રષ્ટ ભાજપ સરકાર 27 વર્ષની પોતાનો સરકારી હિસાબ આપી શકતી નથી. પેપર વારંવાર ક્લિક થાય છે. ભાજપ સારી રીતે પરીક્ષા લઈ શકતી નથી. ખેડૂતોની આવક 2017માં ડબલ થવાની વાતો કરતા હતા, પરંતુ 2022 સુધી પણ ખેડૂતોની આવક ડબલ કરી શક્યા નથી.

Last Updated : Oct 13, 2022, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details