ચંદીગઢ: પંજાબમાં આમ આદમી પાર્ટી પર સુરક્ષા વ્યવસ્થાને (Question About Security Personals) લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એવામાં VIPsને અપાતી સુરક્ષા પાછી લેવાની (Cut off Security personals) વાત બાત નેતાની હત્યા થઈ છે. પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની ગોળી મારી (Sidhu Moosewala Murder) હત્યા કરાઈ છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય વિપક્ષે આ હત્યાનું ઠીકરૂ સુરક્ષાના મુદ્દે આમ આદમી પાર્ટી (Target to Aam Admi Party Punjab) પર ફોડ્યું છે. સોશિયલ મીડિયા પર થયેલી ચર્ચા અનુસાર સુરક્ષા પાછી ખેંચવા અને રાજકીય લાભ લેવા હેતું કેટલાક પગલાં પર પ્રશ્નો ઊભા થયા છે.
આ પણ વાંચો:ઓહ! આ વ્યક્તિએ પત્ની અને બાળકોના ગળા પર લાકડા કાપવાની કટર ફેરવી દીધી અને પછી...
સુરક્ષામાં કાપ: પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાનું નામ એ 424 VIPsમાં સામિલ છે. જેની સુરક્ષા વ્યવસ્થા પર કાપ મૂકાયો હતો. આ મામલે સોશિયલ મીડિયા પર શનિવારે જોરશોરથી ટિખ્ખળ શરૂ થઈ હતી. વ્યક્તિગત રીતે અપાતા ગનમેન પાછા ખેંચી લેવાયા હતા. પંજાબમાં સત્તા પર આવ્યા બાદ આમ આદમી પાર્ટીની સરકારે સતત ત્રણ વખત સુરક્ષા વ્યવસ્થા પર કાપ મૂક્યો છે. પહેલી વખત તારીખ 23 એપ્રિલના રોજ 184 VIPsની સુરક્ષામાં કાપ મૂકાયો, એ પછી જ ગત રવિવારે પંજાબના મનસા જિલ્લામાં અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું. જેમાં પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતાનું મોત નીપજ્યું.