ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IT Raid on BBC: શું BJP આ દેશને પોતાનો ગુલામ બનાવવા માગે છે? કેજરીવાલનો સવાલ - BBC Raid Delhi

આમ આદમી પાર્ટીએ કેન્દ્રની ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા હવે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ભાજપની સામે કર્યા આક્રરા પહાર કહ્યું કે શું ભાજપ દેશની લોકશાહી વ્યવસ્થા અને સંસ્થાઓને પછાડીને દેશને ગુલામ બનાવી દેવા માગે છે?

IT Raid on BBC: શું BJP આ દેશને પોતાનો ગુલામ બનાવવા માગે છે?
IT Raid on BBC: શું BJP આ દેશને પોતાનો ગુલામ બનાવવા માગે છે?

By

Published : Feb 15, 2023, 2:05 PM IST

દિલ્હી:બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર આવકવેરા વિભાગની કાર્યવાહી સતત બીજા દિવસે યથાવત રહી છે. જેને લઈને દિલ્હીની આમ આદમી પાર્ટીએ કેન્દ્રની ભાજપ સરકાર સામે પ્રશ્નો ઊભા કર્યા છે. વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. પહેલા આમ આદમી પાર્ટીના પ્રવક્તા હવે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પ્રશ્નો ઊઠાવ્યા છે.

આ પણ વાંચો LGs Legal Bet : દિલ્હી LGએ આમ આદમી પાર્ટીના બે નેતાઓને ડિસ્કોમ્સમાંથી બહાર કાઢ્યા

ગુલામ બનાવી દેવા:દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે, દિલ્હી અને અન્ય શહેરોમાં બીબીસીની કચેરીમાં યથાવત રહેલી આઈટીની રેઈડ સામે સવાલ કર્યા છે. આવકવેરા સર્વેક્ષણ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે આ રીતે કહ્યું, 'મીડિયાના અવાજને દબાવવો ખોટી વસ્તુ છે, લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા છે. મીડિયાની સ્વતંત્રતા પર હુમલો એ પ્રજાના અવાજને દાબી દેવા સમાન છે. ભાજપની વિરુદ્ધ જે પણ બોલે છે, આ લોકો IT, CBI અને EDને એમની પાછળ કામગીરી કરવા માટેના આદેશ આપી દે છે. શું ભાજપ દેશની લોકશાહી વ્યવસ્થા અને સંસ્થાઓને પછાડીને દેશને ગુલામ બનાવી દેવા માગે છે?

ચોથા સ્તંભને ધમકી:અગાઉ પહેલા પણ આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓએ પત્રકાર પરિષદ બોલાવીને ભાજપ સરકાર સામે ચાબખા માર્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય આતિષીએ પણ જણાવ્યું હતું કે, મોદી સરકાર BBC પર દરોડા પાડીને લોકશાહીનો નાશ કરવા પર ઊતરી ગઈ છે. જો તેઓ સરકારની સામેનું કંઇક બતાવશે અથવા લખશે તો તેમને કોઈ જ રીતે બક્ષવામાં નહીં આવે. એવી ચોથા સ્તંભને ધમકી આપી રહ્યા છે. વિશ્વના પ્રખ્યાત મીડિયા હાઉસ બીબીસી પર આવકવેરાના દરોડા સમગ્ર દેશમાં મોટી ચર્ચા જગાવી છે.

ભૂમિકા પર સવાલ:બીબીસી પર આવકવેરા પર દરોડા એ સમગ્ર ભારતની લોકશાહી પર હુમલો છે. એવું આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે. મીડિયા લોકશાહીનો સૌથી મહત્વનો સ્તંભ છે અને કેન્દ્ર સરકાર આજે લોકશાહીના ચોથા સ્તંભ પર વાર કરી રહી છે. વડાપ્રધાનની ગુજરાત-દિલ્હી રમખાણોમાં ભૂમિકા પર બીબીસી દ્વારા બનાવેલી ડોક્યુમેન્ટરી પર યુદ્ધના ધોરણે બેન મૂકી દીધો છે. જેથી કરીને ભારતમાં કોઈ આ ડોક્યુમેન્ટરી જોઈ કોઈ કાળે જોઈ શકે નહીં. તમામ લીંક પણ બેન કરી દીધી છે. આમ આદમી પાર્ટીનો એવો આરોપ છે કે મીડિયાની સ્વતંત્રતા મામલે વૈશ્વિક સૂચકાંકમાં ભારત 180 દેશોમાંથી 150માં નંબરે છે. ટૂંકમાં સ્થિતિ સારી નથી.

આ પણ વાંચો BBC reacts to IT Raid: ITના દરોડાને લઈને BBCની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું...

લોકશાહી હોવાના અસ્તિત્વ:સમગ્ર વિશ્વ ભારતમાં લોકશાહી હોવાના અસ્તિત્વ પર પ્રશ્નો ઉઠાવી રહ્યું છે. આ કેસમાં તો ભાજપે જણાવવું જોઈએ કે, તેઓ ભારતની છબી દુનિયા સામે કઈ રીતે મૂકી રહ્યા છે? ઈતિહાસ જણાવે છે કે લોકોનો અમુક સમય માટે અવાજ દબાવી શકો છો, પરંતુ તમે કાયમ માટે દરેક વ્યક્તિનો અવાજ દબાવી શકતા નથી. મીડિયા સ્વતંત્ર છે. મીડિયા લોકશાહીનો સૌથી મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.

ઈરાદા પૂર્વકનો હુમલો:ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકશાહીમાં કોઈ ભૂલ કરે તો મીડિયા તેના પર અવાજ ઉઠાવી શકે છે. આ કોઈ અયોગ્ય વસ્તુ નથી. તમારી નોકરશાહી કે કોર્ટ યોગ્ય નિર્ણય ન લે તો મીડિયા તેના પર અવાજ ઉઠાવી શકે છે. આમ આદમી પાર્ટી એ આ વાત ભાર દઈને કહી દીધી છે. જે રીતે બીબીસી પર આવકવેરાના દરોડા પડ્યા છે તે બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી શાસિત આજે કેન્દ્ર સરકાર , લોકશાહીના આ ચોથા સ્તંભ પર ઈરાદા પૂર્વકનો હુમલો કરાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details