- ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે
- કેટલીક મોટી જાહેરાતો પણ કરી શકે છે
- અરવિંદ કેજરીવાલ હરિદ્વારના પ્રવાસે
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી(Uttarakhand Assembly Election) નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકીય પારો પણ વધી રહ્યો છે. રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉત્તરાખંડમાં પોતાની મજબૂત પકડ બનાવવાં માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. જે અંતર્ગત આજે આમ આદમી પાર્ટી(AAM ADAMI PARTY)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ( Chief Minister Arvind Kejriwal) પણ હરિદ્વાર પહોંચી રહ્યા છે. આ પ્રવાસમાં કેજરીવાલ કેટલીક મોટી જાહેરાતો(Kejriwal could make a big announcement) પણ કરી શકે છે.
ભાજપના નેતાઓ AAPમાં જોડાઈ શકે છે
કેજરીવાલ આજે હરિદ્વારના પ્રવાસે છે ત્યારે ભાજપના નેતાઓ આમ આદમી પાર્ટીમાં પણ સામેલ થઇ શકે છે તેવી સંભાવનાઓ પણ સેવાઇ રહી છે. ઓપી મિશ્રાએ કહ્યું કે, કેજરીવાલ પહેલા જૌલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ તેઓ હરિદ્વારની રેડિસન બ્લુ હોટેલમાં ઓટો ઓપરેટરો સાથે વાતચીત કરશે. તેમજ રેડિસન બ્લુમાં જ પ્રેસ કોન્ફરન્સ કરશે. બપોરે હરિદ્વારના પરશુરામ ચોકથી રોડ શો શરૂની કરશે શરુઆત અને હરિદ્વારના શંકર આશ્રમ ખાતે પૂર્ણ કરશે. કેજરીવાલની હાજરીમાં લગભગ 4 વાગ્યે પાર્ટીમાં બીજેપી અને અન્ય પાર્ટીઓના નેતાઓને સામેલ કરશે.