અર્ધાપુર નાંદેડ(મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'ના પાંચમા દિવસે શુક્રવારે આ યાત્રા આજે સાંજે હિંગોલી જિલ્લામાં પ્રવેશ કરશે(Rahul Gandhis Bharat Jodo Yatra ) જ્યાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે તેમાં ભાગ લેશે. કોંગ્રેસ અનુસાર, આદિત્ય ઠાકરે રાજ્ય વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવે અને શિવસેનાના ધારાસભ્ય સચિન આહિર સાથે સાંજે 4 વાગ્યે પદયાત્રામાં જોડાશે.
રાત્રિનો વિશ્રામઃઆ યાત્રા તામિલનાડુના કન્યાકુમારીથી 7 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી અને શુક્રવારે યાત્રાનો 65મો દિવસ છે. આ યાત્રા 7 નવેમ્બરની રાત્રે પાડોશી રાજ્ય તેલંગાણાથી મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના દેગાલુર પહોંચી હતી અને પાંચ દિવસથી આ જિલ્લામાં છે. યાત્રા દરમિયાન નાંદેડના અર્ધપુરમાં પિંપળગાંવ મહાદેવના વિઠ્ઠલરાવ દેશમુખ કાર્યાલયમાં રાત્રિનો વિશ્રામ કરવામાં આવ્યો હતો. અર્ધપુરના નાંદેડ-હિંગોલી રોડ પર દાભડથી શુક્રવારે સવારે યાત્રા ફરી શરૂ થઈ હતી.