તમિલનાડુ:એક કહેવત છે કે, ટીપે ટીપે સરોવર ભરાય. આવું જ કંઈક તમિલનાડુ (Tamilnadu news)ના વી બુપતિએ કર્યું છે. તેણે એક-એક રૂપિયાનો સિક્કો જમા કરીને 2.6 લાખની કિંમતની બાઇક ખરીદી (bike purchase by rupee coin) છે. તેણે ત્રણ વર્ષ સુધી સતત સિક્કા જમા કર્યા છે. બુપતિ અમ્માપેટના ગાંધી મેદાનનો રહેવાસી છે. તેણે ડોમિનાર 400 સીસી બાઇક ખરીદી છે. તે એક ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર છે અને ચાર વર્ષથી યુટ્યુબર પણ છે.
10 લોકોએ 10 કલાક સુધી સિક્કા ગણ્યા: બુપતિ, તેના ચાર મિત્રો અને શોરૂમના પાંચ કર્મચારીઓ મળી 10 લોકોએ 10 કલાક સુધી સિક્કા ગણ્યા. મેનેજરે કહ્યું કે, શોરૂમમાં અમારા માટે આ ગણતરી એક અલગ જ અનુભવ હતો. મેનેજર સાથે સિક્કામાં પેમેન્ટની વાત કર્યા બાદ બુપતિએ બોરીઓમાં સિક્કા ભર્યા અને તમામ બોરીઓ વાનમાં રાખીને મિત્રો સાથે બાઇકના શોરૂમ પર પહોંચ્યો હતો.