બોરીવલી: તલવાર વડે કેક કાપીને (Mumbai cake cutting by sword) જન્મદિવસની મોટી ઉજવણી કરીને આ વિસ્તારમાં આતંક મચાવવાનો નવો ફેડ સર્જાયો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના શનિવારે મુંબઈના બોરીવલી વિસ્તારમાં બની હતી. 17 વર્ષના યુવકે તલવાર વડે 21 જેટલી કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ મામલે MHB પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મુંબઈમાં યુવકે તલવાર વડે 21 કેક કાપી જન્મદિવસ ઉજવતા પોલીસનું તેડુ - celebrating birthday cake cutting by sword
મુંબઈમાં યુવકે તલવાર વડે કેક કાપીને (Mumbai cake cutting by sword) જન્મદિવસની મોટી ઉજવણી કરીને આ વિસ્તારમાં આતંક મચાવવાનો નવો ફેડ સર્જાયો છે.
તલવાર વડે 20 જેટલી કેક કાપી:એક યુવકે તલવાર વડે 21 જેટલી કેક કાપીને (celebrating birthday cake cutting by sword ) આતંક ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આરોપીનું નામ અકરમ શેખ છે. આ ઘટના બોરીવલીના MHB પોલીસ સ્ટેશનની હદમાં છે.
આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો:મુંબઈની MHB પોલીસે 17 વર્ષીય યુવક વિરુદ્ધ તલવાર વડે જન્મદિવસની કેક કાપવા બદલ આર્મ્સ એક્ટ (provisions of the Arms Act) હેઠળ કેસ નોંધ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે તલવાર વડે 21 કેક કાપતો જોવા મળ્યો હતો. પોલીસે જણાવ્યું કે, આ વીડિયો બોરીવલી વિસ્તારનો છે.