ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Telangana rape case: બસ સ્ટેન્ડમાં ઉંઘી રહેલી યુવતી પર હેવાનોએ આચર્યુ દુષ્કર્મ, પોલીસે કરી બંને આરોપીની ધરપકડ - પરિણીતા સાથે દુષ્કર્મ

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના ચેવેલ્લા પોલીસ મથકમાં બસ સ્ટેન્ડ પર ઉંઘી રહેલી એક યુવતી સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના નોંધાઈ છે. આ મામલે તપાસ હાથ ધરતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે, યુવતીના 4 મહિના પહેલાં જ લગ્ન થયાં હતા અને તેના પતિ સાથે મતભેદ થતાં

Telangana rape case
Telangana rape case

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 12:56 PM IST

ચેવેલ્લા:તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના ચેવેલ્લા પોલીસ મથકમાં બસ સ્ટેન્ડ પર ઉંઘી રહેલી એક યુવતી સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના નોંધાઈ છે. પોલીસના જણાવ્યાં અનુસાર આ યુવતી ચેવેલ્લા ગામે રહેતી તેની મોટી બહેનના ઘરે ગઈ હતી. જોકે, તેની બહેન ઘરે ન હોવાથી તે ઘરે પરત ફરવા માટે બસ સ્ટેન્ડ આવી હતી, અહીં તેણે પોતાના ગામની બસ ન મળી અને પહેલેથી નશામાં હોવાના કારણે બસ સ્ટેન્ડ પર જ ઉંઘી ગઈ હતી. જ્યાં બે શખ્સોએ તેની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

યુવતીના ચાર મહિના પહેલા થયાં હતાં લગ્ન:પોલીસના જણાવ્યા અનુસાર કેશમપેટ તાલુકાના કોથાપેટ ગામની 20 વર્ષીય આ યુવતીના ચાર મહિના પહેલા જ લગ્ન થયાં હતાં. લગ્નના એક સપ્તાહ બાદ પતિ સાથે મતભેદ થતા તે તેના માતા-પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. રવિવારે આ યુવતીની તેના માતા-પિતા સાથે બોલાચાલી થઈ હતી અને તે ચેવેલ્લા ગામે રહેતી તેની મોટી બહેનના ઘરે જતી રહી હતી. જોકે, તેની બહેન ઘરે ન હોવાથી તે તેના માતા-પિતા પાસે જઈ શકી ન હતી અને નશામાં ધૂત થઈને ચેવલ્લા બસ સ્ટેન્ડ પર આવીને ઉંઘી ગઈ હતી.

બે શખ્સોએ આર્ચયું દુષ્કર્મ: જોકે તેણે ચેવેલ્લા ગામથી પોતાના ગામ જવા માટે બસ ન મળી હોવાથી અને તે પહેલેથી જ દારૂના નશામાં હોવાથી તે બસ સ્ટેન્ડ પર જ સૂઈ ગઈ હતી. અહીં બે શખ્સોએ નોંધ્યું કે તે એકલી છે, અને રાત્રે 10 વાગ્યા પછી બસ સ્ટેન્ડ સુમસાન હોવાનો ફાયદો ઉઠાવીને બંને શખ્સોએ યુવતી સાથે દુષ્કર્મ આર્ચયું હતું.

બંને આરોપીઓ રિમાન્ડ પર: થોડા સમય બાદ બસ સ્ટેન્ડ પર આવેલા અન્ય લોકોએ યુવતીને નિર્વસ્ત્ર હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ આવી પહોંચી હતી, અને યુવતીને ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બીજી તરફ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. જેના પગલે અનિલ કુમાર અને રાજુલુ નામના આરોપીનો પત્તો લાગ્યો હતો અને બંનેની પુછપરછ કરતાં તેમણે યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું કબલ્યુ હતું. હાલ તો બંને આરોપીઓને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

  1. KCR protest in Delhi : મોદીને તેલંગાણાના મુખ્યપ્રધાનનું 24 કલાકનું અલ્ટિમેટમ, કહ્યુ કે..
  2. Telangana: ગુલદસ્તો આપવામાં મોડું થતાં તેલંગાણાના ગૃહમંત્રીએ ગનમેનને મારી થપ્પડ

ABOUT THE AUTHOR

...view details