દાવણગીરી(કર્ણાટક): આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે કેસરની ખેતી કાશ્મીર ખીણમાં કરવામાં આવે છે. જો કે કર્ણાટકના દાવણગીરીમાં એક યુવકે કેસર ઉગાડવામાં સફળતા મેળવી છે. આ યુવકે ઘરમાં કાશ્મીર જેવું વાતાવરણ તૈયાર કરી કેસર ઉગાડ્યું છે. અત્યારે આ યુવક સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
કોણ છે કેસરની ખેતી કરનાર યુવક: બજારમાં કેસરની કિંમત સોના બરાબર હોય છે તેવું કહેવામાં આવે છે. તેથી દાવણગીરીના ડોડ્ડાબાથી ગામના એક યુવક જેકબ સત્યરાજે કેસર ઉગાડવાનું સાહસ કર્યુ છે. આ યુવકે આંધ્ર પ્રદેશ જઈને કેસર સંબંધી જાણકારી મેળવી હતી. ત્યારબાદ તે પોતાના ઉર્દુ ભાષી મિત્રોને કાશ્મીર લઈ ગયો. કાશ્મીરમાં સ્થાનિક ખેડૂતો પાસેથી કેસર વિષયક માહિતી મેળવી અને કેસરની ખેતીની ટ્રેનિંગ લીધી. હવે તે દક્ષિણ ભારતમાં પોતાના ગામમાં કેસર ઉગાડી રહ્યો છે. આ યુવકને બિદર જિલ્લામાં કેસર ઉગાડતી મહિલા ખેડૂત તરફથી પણ માર્ગદર્શન મળ્યું છે.
ઘરના એક રૂમમાં કેસર ઉગાડ્યું: જેકબે ઘરના એક રૂમને ખાસ કેસરની ખેતી માટે ફાળવી દીધો હતો. આ રુમમાં જેકબે ખાતર અને પરીક્ષણ કરવામાં આવેલી માટીનો ઉપયોગ કર્યો હતો. આ રુમમાં ખાસ એસી લગાડીને કેસરના પાકને અનુકૂળ ઠંડુ વાતાવરણ રચવામાં આવ્યું છે. જેકબને આ પ્રયોગથી અત્યારસુધી 20 ગ્રામ કેસર મળ્યું છે. હવે જેકબે જેકવેલ પ્રયોગ આધારિત ખેતી કરવાની યોજના બનાવી છે.
કેસર માટે કર્યા અનેક પ્રયાસ: કેસર ઉત્પાદક જેકબ સત્યરાજે કહ્યું કે, મેં કેસર ઉગાડવાનું નક્કી કર્યુ અને આંધ્ર પ્રદેશની મુલાકાત લીધી હતી. મારો પ્રથમ પ્રયત્ન જ સફળ રહ્યો. કેસરના બીજ ઓગસ્ટથી ઓક્ટોબર, નવેમ્બરમાં ખીલે છે. ત્યારબાદ અમે કેસરને તેના ફુલમાંથી અલગ કરીએ છીએ. હું છ00 રુપિાયમાં 60 કિલો બીજ લાવ્યો હતો. કાશ્મીરથી કર્ણાટકના દાવણગીરી સુધીની યાત્રામાં 15 કિલો બીજ તો ખરાબ થઈ ગયા. હું બાકી બચેલા 45 કિલો બીજથી કેસરની ખેતી કરુ છું.
3 લાખનો કર્યો ખર્ચ: કેસર માત્ર કાશ્મીરની માટીમાં ઉગે છે, મેં કેસરને કૃત્રિમ રીતે એક રુમમાં ઉગાડ્યું છે. અમે 9 ડીગ્રી તાપમાન માટે એસી અને ચીલર લગાવ્યું અને થર્મલ સીલ પણ લગાવ્યું. જેના પરિણામે વાતાવરણમાં ઠંડક જળવાઈ રહે. કેસરના ફુલ આવે ત્યારે અમે તાપમાન અલગ અલગ કરીએ છીએ. જેથી પાક ઉત્પન્ન થઈ શકે. મેં આ પાક લેવા પાછળ અત્યાર સુધી 3થી લાખનો ખર્ચ કર્યો છે. આટલા ખર્ચ બાદ 20 ગ્રામ કેસર મેળવ્યું છે. મને વધુ પાક પેદાશની આશા છે. કેસરની કિંમત ગ્રેડ પર આધારિત હોય છે. ગ્રેડ એના કેસરની કિંમત 1200 પ્રતિ ગ્રામ હોય છે. હું પણ આ કેસર માર્કેટમાં વેચવાનો છું. હું કેસરની ખેતીથી ખૂબ ખુશ છું. આવનારા દિવસોમાં હું મોટાપાયે કેસરની ખેતી કરીશ.
કેસરની માંગ: કેસરમાં દરેક પ્રકારનું પ્રોટીન જોવા મળે છે. ફુલ આવે ત્યાં સુધી કેસરના છોડને માટીની જરુરિયાત હોતી નથી. કેસરના છોડને એક ટ્રેમાં યોગ્ય વાતાવરણ પુરુ પાડવામાં આવે તો ફુલ આવી શકે છે. ફુલ આવ્યા બાદ બીજ ગુણનની પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ તેને માટીમાં મુકવામાં આવે છે. કેસરના માતૃકંદ કરતા અન્ય બે કંદમાં વધુ બીજ ઉત્પન્ન થવાની માન્યતા છે. ફુલ નીકાળતા જ તેના પર કેસર આવી જાય છે. જેમાંથી ફુલોની પાંદડી, કેસર અને પુંકેસરને અલગ કરવામાં આવે છે. કેસરના આ ફુલોનો ઉપયોગ ઔષધીઓમાં કરવામાં આવે છે. આપણે કેસરનો અલગ અલગ ઉપયોગ કરીએ છીએ. જેકબ જણાવે છે કે કેસરનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં પણ કરવામાં આવે છે.
જેકબના માતા લતા કહે છે કે, મારો દીકરો કેસર ઉગાડે છે જેમાં તેને થોડીક પેદાશ મળી છે. અમે હજુ વધુ કેસર ઉગાડવાનો નિર્ણય કર્યો છે. તે ટ્રેનિંગ માટે આંધ્ર પ્રદેશ અને કાશ્મીગ ગયો હતો. ત્યાંથી બીજ લાવીને તેણે કેસર ઉગાડ્યું છે. મેં એસોશિયેશનમાંથી લોન લઈને દીકરાને કેસરની ખેતી માટે પ્રોત્સાહિત કર્યો છે. મારા દીકરાને ઘરે કેસર ઉગાડવામાં સફળતા મળી તે બાબતથી હું ખુશ છું.
- Onion Cultivation: આંતર પાક તરીકે ડુંગળીની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે ખેડૂતો
- Surat News : જયા પાર્વતી વ્રતમાં પીઓ ખાસ બ્રેઇન ટોનિક કેસર મસાલા દૂધ